1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. Team India T20 record at Narendra Modi Cricket Stadium

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

IND vs SA 5th T20I
IND vs SA 5th T20 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચ લખનૌમાં રમાવાની હતી, જે કોહરાને કારણે થઈ શકી નહી. હવે ચોથી મેચનો વારો છે, જે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 19 ડિસેમ્બરના રોજ રમાનારી આ મેચ પર દરેક ક્રિકેટ ફેનની નજર રહેશે ટીમ ઈંડિયા સીરિઝમાં 2-1 થી લીડ બનાવેલ છે.  હવે અંતિમ એટલે કે 5 મો મુકાબલો ખૂબ જ ખાસ થઈ ગયો છે.  જ્યા એક બાજુ સાઉથ આફ્રિકા પાસે શ્રેણી બરાબર કરવાની તક હશે, જ્યારે ટીમ ઇન્ડિયા 3-1થી શ્રેણી જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. આ મેચ જ્યાં રમાશે તે મેદાન પર ટીમ ઇન્ડિયાનુ પ્રદર્શન અત્યાર સુધી કેવુ છે ?  આવો જાણીએ 
 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈંડિયાનો ટી20 ઈંટરનેશનલમાં સારો રેકોર્ડ રહ્યો છે. ટીમ મેન ઈન બ્લૂએ અત્યાર સુધી કુલ 7 ટી20 મેચ રમી છે. જેમાથી 5 મા તેણે જીત મેળવી છે, જ્યારે કે ફક્ત 2 મેચ હારી છે. ભારતની બંને હાર ઈગ્લેંડ વિરુદ્ધ થઈ હતી. આ મેદાન પર સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે પહેલીવાર ટી20 ઈંટરનેશનલ મેચ રમાશે.  
 
ભારત વિરુદ્ધ આફ્રિકા ટી20 માં હેડ ટૂ હેડ રેકોર્ડ  
જો અમે ભારત અને આફ્રિકાની વચ્ચે ટી20 માં હેડ ટૂ હ એડ ની વાત કરીએ તો અત્યાર સુધી બંને દેશોએ 35 મેચ રમી છે જેમાથી ભારતે 20 જીતી. 13 માં આફ્રિકાએ બાજી મારી. એક મેચ ડ્રો રહી હતી. જયરે કે એકનુ પરિણામ આવ્યુ નહોતી. 
 
આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ 
અંતિમ એટલે કે 5 મી ટી20 માં ટીમ ઈંડિયામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ત્રીજી ટી20માં શુભમન ગિલ ઘાયલ થવાને કારણે રમી શક્યા નહોતા. જ્યારે  કે જસપ્રીત બુમરાહ પણ પારિવારિક કારણોસર ટીમમાંથી જુદા થઈ ગયા હતા. આવામા જોવાનુ હશે કે શુ આ બંને ખેલાડી અંતિમ મેચ રમી શકે છે કે નહી. આ મેચમાં કપ્તાન સૂર્યકુમાર યાદવ પર સૌની નજર રહેશે. તેઓ ફ્લોપ ચલી રહ્યા છે. તેઓ આ મેચમાં એક મોટો દાવ રમીને વર્ષનો સુખદ અંત કરવા માંગશે. કારણ કે ટીમ ઈંડિયા પછી આવતા વર્ષે જ ટી20 ઈંટરનેશનલ મેચ રમશે.  
 
પાંચમી T20 માટે ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ 11: 
અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
આગળનો લેખ
Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ