સંબંધિત સમાચાર
- Year ender 2025- પહેલગામ હુમલો અને અમદાવાદ વિમાન દુર્ઘટના... 2025 ની પાંચ મોટી ઘટનાઓ જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો
- Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો
- અમદાવાદ પ્લેન ક્રેશ પર સુપ્રીમ કોર્ટે બોલ્યુ - દેશમાં કોઈ નથી માનતુ કે આ પાયલોટની ભૂલ હતી, પિતાની અરજી પર કેન્દ્ર DGCA પાસે જવાબ માંગ્યો
- વિશેષ લિંક્સને કારણે પુત્રની છબી ખરડાઈ; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટ સભરવાલના પિતાએ પોતાનું વ્યક્ત કર્યું દુઃખ, શું લખ્યું તે જાણો
- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટો ખુલાસો: વિમાનના ફ્યુઅલ સ્વિચમાં ખામી સર્જાઈ
એયર ઈંડિયા દુર્ઘટના પાયલોટે જાણી જોઈને કરી હતી ? આ દાવા પર આવ્યુ સરકારનુ નિવેદન
એયર ઈંડિયાની ફ્લાઈટ એઆઈ 171 દુર્ઘટનાને લઈને મીડિયામાં રજુ અટકળો પર એએઆઈબી એ સ્પષ્ટીકરણ આપ્યુ છે કે તપાસ હજુ પૂરે થઈ નથી અને પ્રમાણ વગર કોઈને દોષી ઠેરવવા ખોટુ રહેશે. એઆઈબીએ લોકોને આગ્રહ કર્યો કે ફક્ત સત્તાવાર નિવેદન અને અંતિમ રિપોર્ટની રાહ જુઓ.
ગયા વર્ષે અમદાવાદમાં એયર ઈંડિયાની ફ્લાઈટ એઆઈ-171 સાથે જોડાયેલ વિમાન દુર્ઘટનાની તપાસને લઈને મીડિયામાં ચાલી રહેલી અટકળો પર એયરક્રાફ્ટ એક્સીડેંટ ઈન્વેસ્ટિગેશ બ્યુરો (એએઆઈબી) એ સ્પષ્ટીકરણ રજુ કર્યુ છે. એએઆઈબીએ કહ્યુ છે કે મીડિયામાં આવેલ કેટલાક સમાચાર વેરીફાઈડ નથી અને ફક્ત અનુમાનોના આધાર પર રજુ કરવામાં આવી છે.
AAIB એ જણાવ્યું છે કે આ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ સંપૂર્ણ રીતે ચાલી રહી છે, અને હાલમાં કોઈ પણ વ્યક્તિ કે કારણને દોષ આપવો યોગ્ય રહેશે નહીં. બ્યુરોએ મીડિયા અને જનતાને સત્તાવાર નિવેદન અને અંતિમ તપાસ અહેવાલની રાહ જોવાની અપીલ કરી છે.
વિમાન દુર્ઘટનાની તપાસ એક જટિલ અને તકનીકી પ્રક્રિયા છે, જેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડરની સમીક્ષા, તકનીકી વિશ્લેષણ, હવામાન પરિસ્થિતિઓ અને અન્ય અનેક પરિબળોનો સંપૂર્ણ અભ્યાસ શામેલ છે. તેથી, તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું અકાળ ગણાશે.
AAIB એ એકવાર ફરી કહ્યુ છે કે તપાસ સંપૂર્ણ પારદર્શિતા અને વ્યાવસાયિકતા સાથે હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, AI-171 અકસ્માત તપાસની સ્થિતિ સમીક્ષા હેઠળ છે, અને સંબંધિત તથ્યોની ચકાસણી થયા પછી જ સત્તાવાર નિર્ણય શેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઈટલીના છાપા Corriera Della Sera એ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અમદાવાદમાં જે દુર્ઘટના થઈ હતી એ કોઈ ટેકનીકલ ખાનીને કારણે નહી પણ જાણીજોઈને કરવામાં આવેલી હરકતનુ પરિણામ હતુ.
અમદાવાદમાં 260 લોકોએ ગુમાવ્યો હતો જીવ
ગયા વર્ષે ગુજરાતની રાજધાની અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાંથી 241 લોકો વિમાનમાં સવાર હતા અને 19 લોકો જમીન પર હતા જ્યાં વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો, જે સીટ 11A પર બેસ્યો હતો
વિમાન ટેકઓફ કર્યાના 32 સેકન્ડ પછી ક્રેશ થયું. આ વિમાન બી.જે. મેડિકલ કોલેજ ખાતે ક્રેશ થયુ હતુ જે રનવેથી માત્ર 1.7 કિલોમીટર દૂર હતુ મૃતકોમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
