સંબંધિત સમાચાર
- વડાપ્રધાન મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું
- રાજકોટમાં 500 એકર વિસ્તારમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે
- ધોલેરા એરપોર્ટનો ૫૧% હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખરીદશે
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના સહેલાણીઓ માટે ખાસ એરપોર્ટની સુવિધા, જાણો ક્યાં બનશે એરપોર્ટ
- રાજકોટનું પ્રસ્તાવિત હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાનું
એરપોર્ટ માટે જમીનનું કૌભાંડમાં સંખ્યાબંધ અધિકારીઓના પગતળેથી સરકી રહેલી જમીન
મહેસૂલ વિભાગના અધિકારીઓએ મળીને શ્રીસરકાર હસ્તકની બામણબોર-જિવાપરની જમીનને ખાનગી માલિકીની જમીનમાં ખપાવી દઈને વેચી મારવાનું કૌભાંડ મહેસૂલ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવી જતાં તેમાં સંડોવાયેલા હોવાથી અનેક અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જોકે ઝાલાવાડના તત્કાલિન અધિક કલેક્ટર, ચોટીલાના પ્રાન્ત અધિકારી, અને તત્કાલીન મામલતદારના ચાર્જમાં રહેલા નાયબ મામલતદારને ફરજ પરથી ઉતારી મૂકીને એન્ટિ કરપ્શન બ્યુરોએ આ કેસમાં તપાસનો આદેશ આપ્યો તેથી આ જિલ્લાના અન્ય અધિકારીઓ ફફડી ઊઠયા છે.
શ્રીસરકાર હસ્તકની જમીન વેચી મારીને રૃ. ૨૫૦થી ૩૦૦ કરોડથી વધુ રકમની કમાણી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા આ મામલામાં પગલાં લેવામાં વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ ૭૦૦ એકર જેટલી જમીનની માલિકી મળ્યા પચી રાતોરાત જ તે જમીન બીજી પાર્ટીઓને વેચી દેવામાં આવી છે. તેના પર દસ્તાવેજની નોંધની વિગતો પણ આવી ગઈ છે. સરકાર આ મુદ્દે તપાસ આગળ વધારી રહી છે. મની અને મશલ્સ પાવરથી આ કૌભાંડમાં કામ લેવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓની મિલી ભગતમાં જ તેને અંજામ આપવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓ રજા પર પણ ઉતરી ગયા છે.