Webdunia - Bharat's app for daily news and videos

Install App

નળસરોવર પક્ષી અભયારણ્ય: 100 નવી યાંત્રિક બોટ અને કડક સુરક્ષા માપદંડો સાથે બોટિંગ શરૂ થશે, સ્થાનિક નાવિકોની આજીવિકા પાટા પર આવશે

Updated: ગુરુવાર, 20 ઑગસ્ટ 2026 (17:03 IST)
nal sarovar boating
નળસરોવરમાં બે વર્ષના લાંબા વિરામ બાદ સુરક્ષાના નવા માપદંડો સાથે બોટિંગ સેવા પુનઃ શરૂ થવા જઈ રહી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને વન વિભાગના આ સંયુક્ત પ્રયાસથી દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે નળસરોવર ફરી એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
ALSO READ: અંગ્રેજો વિરુદ્ધ પાકિસ્તાનની દુર્દશા, આખી ટીમ મળીને પણ ન બનાવી શકી 200 રન, ફક્ત એક હાફસેંચુરી

દિવાળી સુધીમાં બોટિંગ પુનઃ શરૂ થવાની આશા

ગુજરાતના પ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યમાં બે વર્ષથી બંધ બોટિંગ સેવા દિવાળી સુધીમાં ફરી શરૂ થવાની શક્યતા છે. જૂન 2024 માં વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ સ્થાનિક બોટ જરૂરી લાઇસન્સ અને સુરક્ષાના માપદંડો પૂર્ણ કરતી ન હોવાથી બોટિંગ બંધ કરાયું હતું. હવે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા 100 પ્રમાણિત યાંત્રિક બોટ ખરીદવામાં આવી છે અને અગાઉ લાઇસન્સ ધરાવતા નાવિકોને પ્રાથમિકતા આપી ટૂંક સમયમાં તાલીમ આપવામાં આવશે.
 

નાવિકોને બે વર્ષ બાદ આજીવિકાની નવી આશા

બોટિંગ સેવા બંધ થતાં નળસરોવરના સ્થાનિક નાવિકોની આજીવિકા પર સીધી અને ગંભીર અસર પડી હતી. સામાન્ય રીતે એક સિઝનમાં આશરે રૂ. ૫૦ હજારની કમાણી કરતા નાવિકો સતત બે સિઝન સુધી પોતાના વ્યવસાયથી વંચિત રહ્યા હતા. હવે બોટિંગ સેવા ફરી શરૂ થવાના અહેવાલથી નાવિકોને આર્થિક રાહત મળવાની સાથે સાથે નળસરોવરમાં પ્રવાસીઓની ચહલપહલ વધવાથી સ્થાનિક રોજગારીને પણ મોટો ટેકો મળશે.
 

નવી એફઆરપી અને વિશેષ રેસ્ક્યૂ બોટની વ્યવસ્થા

પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને નળસરોવરમાં નવી એફઆરપી (FRP) બોટ લાવવામાં આવી રહી છે. કોઈ અણબનાવ બન્યે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે અલગથી પાંચ વિશેષ રેસ્ક્યૂ બોટ ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ છે. નળસરોવરના છીછરા પાણી અને તળિયાની વિશિષ્ટ રચનાને ધ્યાનમાં રાખીને આ રેસ્ક્યૂ બોટની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવનાર છે.
ALSO READ: ખેતીની જમીનના ટુકડા અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 'Standard Area' 10 ગુંઠા નક્કી કરાયો, શહેરી વિસ્તારોને મુક્તિ

જૈવ વિવિધતા અને સુરક્ષિત ઇકો-ટૂરિઝમનો ઉત્સાહ

120.82  ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું નળસરોવર ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય છે, જ્યાં પેલિકન, ફ્લેમિંગો, સફેદ સ્ટોર્ક અને બ્રાહ્મણી બતક જેવી 250  થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. ચોમાસા પછી હજારો પ્રવાસી પક્ષીઓ અહીં આવતા હોય છે. બે વર્ષ બાદ સુરક્ષા અને કડક નિયમનો સાથે બોટિંગ શરૂ થવાથી પ્રવાસીઓને સુરક્ષિત અનુભવ મળશે અને રાજ્યના ઇકો-ટૂરિઝમને વેગ મળશે
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Big Boss 20 - કોણ કોણ કરશે સલમાનના શો માં એંટ્રી ? રજત બેદીથી લઈને મેરી કૉમ સુધી, બિગ બોસ 20 ના આ 10 નામ પર થઈ રહી છે ચર્ચા

ગુજરાતી જોક્સ - મિત્ર: ભાઈ, તારા લગ્નને કેટલા વર્ષ થયા છે?

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળીઓ લો

ગુજરાતી જોક્સ - ગેસ પણ બંધ રહેશે

ગુજરાતી જોક્સ - ચૂલો નહીં સળગાવાય.

આગળનો લેખ
Show comments