Daily Horoscope
✕

જામનગર (ગુજરાત) ના ચાંદની વેગડ વડોદરામાં 'બેસ્ટ સિંગર એવોર્ડ'થી સન્માનિત

Updated: ગુરુવાર, 25 માર્ચ 2021 (09:02 IST)

જામનગર/વડોદરા, (ગુજરાત) : ‘ગુજરાત સિને મીડિયા અવોર્ડ’નું આયોજન 20 માર્ચ 2021 ના રોજ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા(ગુજરાત) ખાતે આયોજિત કવામાં આવ્યું હતું. જેનું આયોજન અમિત પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા કરાયું હતું. જેમાં  ગુજરાતના જામનગરમાં રહેતી યુવા અને ટેલેન્ટેડ ગાયિકા ચાંદની વેગડને બેસ્ટ ગાયિકાનો અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.આ અવસરે એના પરિવારના સભ્યો મોટાભાઈ રાજ વેગડ, પિતા કાંતિલાલ વેગડ અને એની માતા અસ્મિતા વેગડ, દિલીપ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ચાંદની વેગડને જામનગરમાં આયોજિત સિંગિંગ કોમ્પિટિશનમાં કૌન બનેગા જામનગર કા કરાઓકે કિંગમાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત અને મુંબઈમાં અનેક ગાયન પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે અને સ્ટેટ લેવલની અનેક સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી ચુકી છે. હાઈ-
 


સ્પીડ સિને ઇન્ટરનેશનલ બેનર હેઠળ એક હિન્દી ફીચર ફિલ્મ લિવિંગ રિલેશન ગાયિકા તરીકે સાઇન કરી છે, જેનું રેકોર્ડિંગ મુંબઈમાં થશે.

 

               ચાંદની વેગડે અવોર્ડ કમિટીનો આભાર માન્યો હતો. ચાંદની જામનગરની શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. એનું કહેવું છે કે, જીવનમાં તમે કોઈ પણ સ્થાન હાંસલ કરો પણ જીવનના હરેક પડાવ પર ભણતર ઘણું જરૂરી છે. હું દસમા ધોરણની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છું. અત્યારે તો પૂરૂં ધ્યાન ભણતર પર કેન્દ્રિત કર્યું છે. પરીક્ષા બાદ ફરી ગાયકી પર ધ્યાન કેન્દ્રિત કરીશ.

 

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

વધુ જુઓ..

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

આગળનો લેખ
Show comments