સંબંધિત સમાચાર
- Coronavirus Latest Updates India - કોરોનાના કેસ મામલે દુનિયાના બધા રેકોર્ડ ધ્વસ્ત, એક દિવસમાં 3.15 લાખ કેસ સાથે ભારતે અમેરિકાને પાછળ છોડ્યુ
- સુરતમાં કોરોનાના કેસો વધતાં વેપારીઓ અને લોકોએ સ્વયંભુ બંધ પાળ્યો, મજુરો વતન જવા રવાના થયા
- કોરોના કાળમાં કામગીરી કરનારા આરોગ્ય કર્મીઓનું મુખ્યમંત્રી રૂપાણીએ અભિવાદન કર્યું, કહ્યું, આપના થકી જ આ લડાઈ આપણે જીતીશું
- ગુજરાતીઓ કોરોનાના ભયના ઓથાર હેઠળ, પ્રથમવાર 7 હજારને પાર, એક્ટિવ કેસ 39 હજારને પાર
- ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બની ખતરો: રેક્રોર્ડબ્રેક 2815 નોંધાયા, 13ના મોત, 14,298 એક્ટિવ કેસ
કોરોનાના કેસ 13 હજારને પાર, એક્ટિવ કેસથી માંડીને મોતના આંકડામાં રેકોર્ડબ્રેક વધારો
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 13,105 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 5,010 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,55,875 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 78.41 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 91,51,776 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 17,07,297 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,08,58,073 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 53,393 લોકોને પ્રથમ ડોઝ અને 81,836 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં આજે કોરોનાના નવા 13,105 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 5,010 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 78.41 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,55,875 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 92,084 એક્ટિવ કેસ છે. જ્યારે 376 લોકો વેન્ટિલેટર પર છે. 91,708 લોકો સ્ટેબલ છે. 3,55,875 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5,877 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 137 લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદ કોર્પોરેશન 23, સુરત કોર્પોરેશન 22, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશન 3, જુનાગઢ કોર્પોરેશન 2, સુરત 5, મહેસાણા 3, બનાસકાંઠા 5, જામનગર 4, વડોદરા 4, પાટણ 3, ભરૂચ 2, ગાંધીનગર 2, ભાવનગર 3, જુનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહિસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીરસોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1, અને દેવભૂમિ દ્વારકા 3 એમ કુલ 137 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

