ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (13:18 IST)

સુરતમાં કોરોનાના કેસો વધતાં વેપારીઓ અને લોકોએ સ્વયંભુ બંધ પાળ્યો, મજુરો વતન જવા રવાના થયા

કોરોના સંક્રમણ વધતા સ્વયંભૂ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે. તેવી પ્રબળ શક્યતા ને જોતા સુરત શહેરમાંથી હિજરત વધી ગઈ છે. લોકો પોતાના માદરે વતન તરફ જવા દોટ મૂકી હોવાના દૃશ્યો દેખાયા દેખાી રહ્યાં છે. રાજ્યની અને સુરત શહેરની સ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ વિકરાળ બની રહી છે. ચારે તરફ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે.

લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ગૃહ મંત્રાલય દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે કે, જે રાજ્યને લોકડાઉન કરવું જરૂરી લાગે તેવી સ્થિતિ હોય તો તેમની રીતે લોકડાઉનની જાહેરાત કરી શકે છે. તેથી લોકો વતન તરફ જવા લાગ્યા છે.લોકડાઉન લાગે તો લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવી શકે છે, ગત વર્ષે લોકડાઉન દરમિયાન લોકોને ભારે હાલાકી પડી હતી. તેવી સ્થિતિ ફરી ન સર્જાય અને મુશ્કેલી ન આવે તે માટે લોકો પોતાનો સામાન લઈને પરિવારના સભ્યો સાથે વતન તરફ દોટ મૂકી રહ્યા છે. ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરોના એકાએક ધસારો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો થોડા દિવસો અગાઉ લોકડાઉન થવાની દહેશતથી પોતાના વતન તરફ નીકળી ગયા હતા. પરંતુ મુખ્યપ્રધાન દ્વારા વારંવાર લોકોને આશ્વાસન આપવામાં આવ્યું કે, લોકડાઉન નહીં લાગે માટે ફરી એક વખત લોકોએ પોતાના વતન જવા તરફ ચાલ્યો હતો. પરંતુ ફરી એક વખત લોકડાઉનની શક્યતા દેખાતા લોકો વાહન વ્યવહાર બંધ થાય તે પહેલાં જ પોતાના વતન પહોંચી જવાનું મુનાસીબ માની રહ્યા છે.રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લેતા આજે કોર કમિટીની બેઠકનું આયોજન કર્યું હતું. જેને લઇને લોકોને લોકડાઉન લાગવાની દહેશત જોવા મળી રહી છે. ખાનગી ટ્રાવેલ્સ મારફતે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ લોકોએ દોટ મૂકી છે.સુરતના કતારગામ, યોગીચોક, વરાછા, સરથાણા વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની સ્થિતિ ખૂબ જ ભયજનક બની રહી છે. રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ લોકડાઉનની સ્થિતિ ને જોતા ગુજરાતમાં પણ એ જ પ્રકારે હવે સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.