શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 નવેમ્બર 2020 (14:03 IST)

સુરતમાં કોરોનાના કેસ વધતા લઇ લીધો આ નિર્ણય

અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 228 કેસ નોંધાયા છે. સુરતના મોલમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા સુરત મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મોલમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવતું ન હતું. જો કોઈ મોલ ખાતે નિયમોનો ભંગ જણાશે તો મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે. કોરોનાને લઇને સુરતમાં શનિ – રવિ મોલ બંધ રહેશે.