સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (09:39 IST)

સાળી સાથે દુષ્કર્મ કરી બનેવીએ બનાવ્યો અશ્લીલ વીડિયો, લગ્ન નક્કી થતા જ કર્યો વાયરલ

રાજસ્થાના ભરતપુરમાં એક યુવતીએ પોતાના બનેવી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. યુવતીનુ કહેવુ છે કે પહેલા બનેવીએ તેને પટાવીને લઈ ગયો અને નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે અનેકવાર દુષ્કર્મ કર્યુ. એટલુ જ નહી, તેણે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. ત્યારબાદ આરોપીએ જે કર્યુ એ ચોંકાવનારુ છે. 
 
જ્યારે પીડિતાના લગ્ન ક્યાક બીજે નક્કી થઈ ગયા ત્યારે આરોપી બનેવીએ તેના લગ્ન તોડવા માટે તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો. એટલુ જ નહી તેનો અશ્લીલ વીડિયો તેણે તેના ફિયાંસને પણ મોકલી દીધો.  એવ કહેવાય છે કે 21 વર્ષીય આ યુવતી બીએ ફાઈનલ ઈયરની વિદ્યાર્થીની છે. આગામી 27 એપ્રિલના રોજ પીડિતાના લગ્ન થવાના છે. 
 
ઉલ્લેખનીય છે કે આ મામલો ભરતપુરના ઉચ્ચૈન પોલીસ મથકનો છે. જ્યા એક 21 વર્ષીય યુવતીએ પોતાના બનેવી વિરુદ્ધ પોલીસ મથકમાં મામલો નોંધાવ્યો છે. યુવતીનુ કહેવુ છે કે તેના બનેવી અલવરના રહેનારા છે. ફેબ્રુઆરી મહિનામાં તેના બનેવી યાદરામ તેન પટાવીને અલવર લઈ ગયા. 
 
અલવર લઈ જઈને ત્રણ દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યુ અને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બનાવી લીધો અને પીડિતાને સ્ટેશન છોડીને ફરાર થઈ ગયો. હવે જ્યારે તેના લગ્ન થવા જઈ રહ્યા છે તે આરોપી બનેવીએ તેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો અને તેના ભાવિ પતિને પણ મોકલી દીધો. 
 
ઉચ્ચૈન થાના પ્રભારી નરેન્દ્ર સિંહ રાજાવતે જણાવ્યુ કે  એક યુવતીએ પોતાના જ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો કહ્હે કે તેના બનેવી તેને વાતોમાં ભોળવીને લઈ ગયા અને નશીલો પદાર્થ ખવડાવીને અનેક દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યુ. હવે લગ્ન નક્કી થતા તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો છે.  પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાના નિવેદન પર એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.