સંબંધિત સમાચાર
- Corona Update- દેશમાં કોરોના કહેર ચાલુ છે, 24 કલાકમાં 126 મોત અને 2958 નવા કેસ, 10 રાજ્યોની સ્થિતિ જાણો
- લોકડાઉનમાં પુત્રી જીવાને પેટ ડૉગને ટ્રેન્ડ કરવાનું શીખવી રહ્યા છે ધોની, CUTE VIDEO વાયરલ
- કોરોનાએ શિખવ્યા અનેક સબક, ક્યાંક માનવતા મહેકી તો યાદગાર અને કરૂણ ઘટના સર્જાઇ
- ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલી જિલ્લામાં એકપણ કેસ નહીં
- વતન જવાની માંગ સાથે અમદાવાદમાં 3 હજાર પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા
ગુજરાતમાં કોરોના વધુ ઘાતક બન્યોઃ કુલ પોઝિટીવ કેસ 6245, કુલ મૃત્યુ આંક 368
ગુજરાતના 32 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. જ્યારે એક માત્ર જિલ્લો અમરેલી આ વાયરસના સંક્રમણથી બાકાત રહ્યો છે. ત્યારે મંગળવાર રાત સુધીના આંકડાઓની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મંગળવારે પોઝિટિવ કેસો 441 નોંધાયા છે. જ્યારે 186 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. એક દિવસમાં કોવિડના કારણે 15 લોકોનાં મોત થયા છે, તો અન્ય બીમારીઓ સાથે 34 લોકોનાં મોત થયા છે. આમ કોરોનાનાં એક જ દિવસમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અને મોત મંગળવારના દિવસે નોંધાયા છે. જેને જોતાં લાગે છે કે ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે.રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં સૌથી વધુ કેસ આજનાં દિવસે જ નોંધાયા છે. આજના 441 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 349 કેસ, વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટ 1, ભાવનગર 2, ગાંધીનગર 2, પાટણ 2, પંચમહાલ 4, બનાસકાંઠા 10, મહેસાણા 8, ખેડા 4, સાબરકાંઠા 4, અરવલ્લી 2, મહીસાગર 4, જૂનાગઢમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 6245 થઈ ગયો છે. જેમાં વેન્ટિલેટર પર 29 લોકો છે. તો 4467 લોકોની હાલત સ્ટેબલ છે. જ્યારે કુલ 1381 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 368 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં જ 39 લોકોનાં મોત થયા છે. અરવલ્લી-ગાંધીનગર-ખેડા-સાબરકાંઠા-મહીસાગરમાં એક-એક દર્દીનાં મોત થયા હતા. તો સુરત 2 અને વડોદરામાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.

