સંબંધિત સમાચાર
- લિંબાયત ભાજપના કાર્યકર્તાએ શ્રમિકો પાસેથી રેલવેની ટિકિટના લાખો ઉઘરાવ્યા, વિડિયો વાયરલ
- Corona Virus India update-દેશમાં કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા, 56,342 છે, અત્યાર સુધીમાં 1886 મૃત્યુ
- તંત્રના અણધડ આયોજન સામે પરપ્રાંતિય શ્રમિકોની હાલત ખૂબજ દયનિય બની
- રાજકોટ અને અમદાવાદ વચ્ચેના આવનજાવન પર પ્રતિબંધ
- રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી અપાઇ, 20 લોકો હાજર રહી શકશે
વડોદરામાં અઢી હજાર શાકભાજીવાળાઓનું સ્ક્રિનિંગ કરાશે
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 476 દર્દીઓ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંકનો 32 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સુરક્ષિત પગલા પણ લેવાય તે માટે વહીવટીતંત્રે ચાર મહત્વના નિર્ણય કર્યાં છે. શાકભાજીના ફેરિયાઓને સુપર સ્પ્રેડર ગણવામાં આવે છે ત્યારે 2500 જેટલા શાકભાજીવાળાઓએ આગામી ત્રણ દિવસમા તેમના નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરના સમયે જઇને પ્રો એકટીવ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે અને જરૂર પડે તો સેમ્પલ પણ આપવાનું રહેશે.આ સ્ક્રીંનિંગ દરમ્યાન ડાયાબિટિશ, હાઇપરટેન્શન, કિડનીની બીમારી, શ્વાસની બીમારી મળી આવશે તો તેમને હાઇરિસ્ક ગણીને તેમની તેમજ 65 વર્ષથી વધુ વયના લોકોની શાકભાજી વેચાણની પરવાનગી રદ કરીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે. બીજુ, શાકભાજીવાળાના હેલ્થ કાર્ડ આ સેન્ટર ખાતે રાખવામાં આવશે અને જે શાકભાજીવાળા ત્રણ ત્રણ દિવસના સમયાંતરે હેલ્થ સેન્ટરમાં આવીને નિયમિત સ્ક્રિનિંગ નહીં કરાવે તેમની પરવાનગી પણ આપોઆપ રદ કરી દેવામાં આવશે. લોકડાઉનના સમયગાળામાં ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થ કેર યુનિટ્સ, દુકાનો, મોલ વગેરેને કાર્યરત રાખવા તેમજ શાકભાજી-ફળફળાદિના વેચાણ માટે અધિકૃત કક્ષાએથી પાસ મેળવેલા છે. આ સિવાય, સરકાર દ્વારા પણ કેટલીય વ્યકિતને છુટછાટ આપવામાં આવી છે. આ તમામ લોકોએ પોતાનું સતત સેલ્ફ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને જો તેમને તાવ, શરદી, ખાંસી, ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર જાણ કરવાની રહેશે. જો આવુ કરવામાં નહીં આવે તો તેવા લોકો સામે એપિડેમિક એક્ટ અંતર્ગત એપિડેમિક ડીસીઝ કોવિડ-19,રેગ્યુલેશન-2020 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
