1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Corona Virus Updates- night curfew extents

ચેતજો - દિવાળી પછી ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા

Corona Virus Updates- night curfew extents
દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કેસોમાં ઉછાળો આવતા કેસો વધ્યા તે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો કરી શકાય છે.
 
કોરોનાના કેસમાં ઉછાળો આવતા હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવી શકે છે. કોરોના વધુ વકરે નહીં તે માટે શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ કરવા તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.
 
શનિવારે શહેરમાં કોરોનાના 10 કેસ સામે આવ્યા. જેમાં દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા હતા. 
આગળનો લેખ
Covid Test- વિદેશથી ભારત આવતા લોકોને રાહત