શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 20 મે 2021 (14:51 IST)

ચેતજો- દુનિયાના સૌથી ખતરનાક 10 પાસવર્ડ ભૂલીને પણ ન કરવુ ઉપયોગ

તમારામાંથી મોટાભાગના લોકો તેમના ફોન, તેમણા ઈ-મેલ અને સોશિયલ મીડિયાની સાથે ઈંટરનેટ બેંકિંગ માટે પાસર્વડનો ઉપયોગ કરતા હશે.  પણ જો તમારાથી પૂછાય કે દુનિયાની સૌથી ખતરનાક પાસવર્ડ શું 
-શું છે તો કદાચ તમે ન બતાવી શકો. ખતરનાક પાસવર્ડથી અમારો તાત્પર્ય એવા પાસવર્ડથી છે જેને મોટાભાગના લોકો ઉપયોગ કરે છે. આ પાસવર્ડનો ઉપયોગ આજે આટલા થવા લાગ્યુ છે કે બધાને તેના વિશે 
ખબર છે. એક સિક્યુરિટી ફર્મએ 10 ખતરનાક પાસવર્ડની લિસ્ટ જારી છે. આવો જાણીએ છે... બ્રિટેનના નેશનલ સાઈબર સિક્યુરિટી સેંટરએ છેલ્લા 12 મહીનામાં સૌથી વધારે ઉપયોગ થતા પાસવર્ડની લિસ્ટ જારી કરી છે. સેંટરએ તેમની રિપોર્ટમાં કહ્યુ છે કે મોટાભાગના લોકો જેનરલ (general) પાસવર્ડનો ઉપયોગ કરે છે.   તેથી તે યાદ રાખવું સરળ છે પણ તે તમારી સુરક્ષા માટે સારું નથી. વિશ્વભરમાં આવા પાસવર્ડોનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
 
 સાયબર સુરક્ષાને લઈને બ્રિટેનના રાષ્ટ્રીય સાઈબર સિક્યુરિટી સેન્ટરના તકનીકી નિદેશક ડો. ઇયાન લેવીએ 
કહ્યું, 'અમે સમજીએ છીએ કે સાયબર સુરક્ષા ઘણા લોકો માટે અઘરુ કાર્ય છે, પરંતુ એનસીએસસીએ તમને તેને સલામત બનાવવા માટે થોડી સલાહ આપી છે. પાસવર્ડનો વારંવાર ઉપયોગ કરવો એ એક મોટું જોખમ છે જે તમે ટાળી શકો છો. અનુમાન કરી શકાય તેવા પાસવર્ડને ક્યારેય નહીં રાખો.
 
સૌથી વધારે ઉપયોગ થતા 10 પાસવર્ડ 
123456
123456789
qwerty
password
111111
12345678
abc123
1234567
passwordi
12345