Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઈંધણ બચાવવા સરકારી કર્મચારીઓના પ્રવાસ પર કડક નિયંત્રણો

વેબદુનિયા ન્યુઝ ટીમ
બુધવાર, 20 મે 2026 (15:24 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઈંધણ બચાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક કડક પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી કચેરીઓ અને કર્મચારીઓ માટે 11  મહત્વના આદેશો જારી કર્યા છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી સ્તરે ઈંધણનો બગાડ અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે.
ALSO READ: કાકા અને કાકીએ છોકરીનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું

પ્રવાસ અને મીટિંગો પર કડક નિયંત્રણો

નવા નિયમો અનુસાર સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત, વિદેશમાં યોજાતી તાલીમ, સેમિનાર કે અભ્યાસ પ્રવાસો ટાળવા માટે કહેવામાં આવ્યું છે. અન્ય રાજ્ય કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ રૂબરૂ જવાને બદલે ઓનલાઈન માધ્યમથી જોડાવા અને જિલ્લા બહારની બિનજરૂરી મુસાફરી ટાળીને ટેલિફોન, ઈ-મેઈલ કે વીડિયો કોન્ફરન્સિંગનો મહત્તમ ઉપયોગ કરવા આદેશ અપાયો છે. જો જિલ્લા બહાર જવું જ પડે તેમ હોય, તો નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

સરકારી વાહનો અને ઈંધણની બચત માટેના પગલાં

ઈંધણની બચત કરવા માટે જે અધિકારીઓ એકથી વધુ સરકારી ચાર્જ સંભાળે છે, તેમણે પોતાના મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો તાત્કાલિક ધોરણે 'સરકારી વાહન પુલ'માં જમા કરાવવાના રહેશે. કચેરીઓમાં ઉપલબ્ધ વાહનોની સમીક્ષા કરીને બિનજરૂરી વાહનોનો વપરાશ બંધ કરવામાં આવશે. તેમજ જ્યાં પણ શક્ય હોય ત્યાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ALSO READ: PM મોદીએ મેલોનીને આપી મેલોડી, વીડિયોમાં જોવા મળી ભારત-ઈટલી વચ્ચેના સંબંધોની મીઠાશ

જાહેર પરિવહનનો ઉપયોગ અને જનજાગૃતિ

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને વ્યક્તિગત ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ, વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિકો ગભરાટમાં આવીને બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કે સંગ્રહખોરી ન કરે તે માટે સરકાર દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
 

સ્વદેશી ખરીદી અને કેન્ટીન માટે નવા નિયમો

સરકારની ખરીદ નીતિને વધુ મજબૂત બનાવતા તમામ સરકારી સંસ્થાઓમાં હવે સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો, MSME અને ભારતીય મૂળની સેવાઓને જ પ્રાથમિકતા આપવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત, પર્યાવરણ પૂરક પગલાંના ભાગરૂપે તમામ સરકારી કેન્ટીનો માટે આગામી 6 મહિનાની અંદર પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મેળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - English ની નબળાઈ

ગુજરાતી જોક્સ- દંત ચિકિત્સક

ગુજરાતી જોક્સ - મેડિકલ ખોલ

ગુજરાતી જોક્સ - શાંતિને બોલાવો

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

આગળનો લેખ
Show comments