સંબંધિત સમાચાર
- ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ગાયબ થવાના આરો, 695 નવા કેસ, 11ના મોત
- રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો ધીરે ધીરે થઈ રહ્યો છે અંત,નવા કેસ 1207 અને રિકવરી રેટ 95.78 ટકા
- Gujarat Corona Update - ગુજરાતમાં હારી રહ્યો છે કોરોના, 24 કલાકમાં નોંધાયા 1561 નવા કેસ, રિકવરી રેટ 95.21
- ગુજરાત કોરોનાથી મુક્ત બનવા તરફ, આજે નોંધાયા 1681 નવા કેસ
- અનુભવોના આધારે ગુજરાત કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ સામે મુકાબલો કરવા તૈયાર છે: વિજય રૂપાણી
ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, આજે માત્ર 644 નવા કેસ, આજે 2 લાખથી વધુ લોકો કરાયું રસીકરણ
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,675 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,94,703 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.11 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 13,683 એક્ટિવ દર્દી છે, જે પૈકી 346 લોકો વેન્ટિલેટર પર છે અને 13,337 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,94,703 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,965 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત સુરતમાં 1, વડોદરામાં 1, જૂનાગઢમાં 1, મહિસાગરમાં 1, અમરેલીમાં 1, અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 10 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,66,222 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

