બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 એપ્રિલ 2018 (14:34 IST)

સમગ્ર ગુજરાતમાં દલિતો રસ્તા પર ઉતર્યા. જાણો અમદાવાદની પરિસ્થિતિ

સમગ્ર ગુજરાત
અમદાવાદમાં 15 જેટલી બસો પર પથ્થરમારો કરાતા બીઆરટીએસની સેવા બંધ કરવામાં આવી છે.મોટી સંખ્યામાં સારંગપુર પાણીની ટાંકી પાસે એકઠા થયેલા દલિતોએ સારંગપુર બ્રિજને જ આડશો મૂકીને બંધ કરી દીધો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં રસ્તા બંધ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો ઉપરાંત આદિવાસીઓએ પણ કર્યું વિરોધ પ્રદર્શન.

તીર-કામઠાં સાથે આદિવાસીઓએ કર્યો એસસી-એસટી એક્ટમાં સુધારાનો વિરોધ.દલિતોના વિરોધ પ્રદર્શનને કારણે વિસતથી ચાંદખેડા સુધીનો રસ્તો પણ બંધ કરી દેવાયો.ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટાભાગના જિલ્લાઓ તેમજ મોટા શહેરોમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને ST-ST એક્ટમાં સુપ્રીમે કરેલા સુધારાનો વિરોધ કરી રહ્યા છે.