Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Heat wave - સૂકા પવનો ફૂંકાતા રાજ્યમાં ગરમીનો પ્રકોપ; રાજકોટ 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, જાણો તમારા શહેરની સ્થિતિ

વેબદુનિયા ન્યુઝ ટીમ
શનિવાર, 25 એપ્રિલ 2026 (09:44 IST)
રાજ્યમાં આકરી ગરમી અને હવામાન વિભાગની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને પશ્ચિમ દિશાના સૂકા પવનો ફૂંકાવાને કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન આકરા તાપને લીધે રસ્તાઓ પર સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો લૂથી બચવા માટે મોઢે રૂમાલ તથા ચશ્માનો સહારો લઈ રહ્યા છે.
 

વિવિધ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર 

 
રાજ્યના સાત મુખ્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે, જેમાં રાજકોટ 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમરેલીમાં 42.5 અને સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પારો 41.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત ભુજ, વલ્લભવિદ્યાનગર અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.
 

ચૂંટણીના દિવસે પણ ગરમીનું જોર યથાવત રહેશે 

 
આગામી 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે દિવસે પણ વાતાવરણ એકદમ શુષ્ક રહેશે. મતદાન દરમિયાન તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જેના કારણે મતદારોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. વડોદરા અને સુરત જેવા શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીની નજીક રહેવાની ધારણા છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

હેલ્થકેયર બ્રાંડે મંજુરી વગર આર માઘવનનો વીડિયો વાપર્યો, મૈડીને આવ્યો ગુસ્સો, મોકલી લીગલ નોટિસ

ગુજરાતી જોક્સ - અંગ્રેજી

ગુજરાતી જોક્સ - એક રૂપિયાનું પેટ્રોલ નાખો

ગુજરાતી જોક્સ - English ની નબળાઈ

આગળનો લેખ
Show comments