Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ: 105 તાલુકાઓમાં વરસાદ, અમદાવાદ સહિત અનેક વિસ્તારો જળમગ્ન

Updated: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026 (16:20 IST)
rain in gujarat
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના કુલ 105  તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી ૧૪ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અરવલ્લીના મેઘરજમાં ૨.૫૬ ઈંચ નોંધાયો છે, જ્યારે મોડાસામાં ૨.૦૯ ઈંચ, વાંકાનેરમાં 1.97  ઈંચ, ખાનપુરમાં 1.93 ઈંચ અને તલોદમાં 1.89  ઈંચ વરસાદ ખાબક્યો છે.
ALSO READ: ધર્મા પ્રોડક્શન્સની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’ શેમારૂમી પર થઈ રીલીઝ, પિતા-પુત્રના સંબંધોની હ્રદયસ્પર્શી સ્ટોરી

 વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ

 
રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા છે. ખેરાલુ, માણસા અને ટંકારામાં 1.50-1.50 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહેસાણામાં 1.38 ઈંચ, વડાલીમાં 1.26 ઈંચ, વિજાપુર અને કલોલમાં 1.18-1.18 ઈંચ, હડાદમાં 1.14 ઈંચ તથા જોટાણામાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો છે. વડનગર, વિસનગર, ઈડર અને હિંમતનગરમાં પણ 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. 
 

 રસ્તાઓ જળમગ્ન અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

 
વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, અનેક વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી ખેતીના ઉભા પાકને સંજીવની મળતા ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

 સ્માર્ટ સિટી અમદાવાદમાં જળબંબાકાર

અમદાવાદમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. માત્ર 2 કલાકમાં સરેરાશ 2 થી 2.5 ઈંચ અને કેટલાક વિસ્તારોમાં 3 થી 4 ઈંચ વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ નદી જેવા બની ગયા હતા અને 3 દિવસમાં બીજી વખત અમદાવાદીઓએ જળભરાવની ગંભીર સમસ્યા વેઠવી પડી હતી.
ALSO READ: 

 હાટકેશ્વર અને મણિનગરમાં પાણી ભરાતાં હાલાકી

 
ભારે વરસાદને પગલે હાટકેશ્વરમાં મંદિરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. મણિનગરમાં જવાહર ચોક સહિત ચાર જગ્યાએ જળભરાવની ફરિયાદો સામે આવી છે. ધોળકામાં પણ સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. હાલ અમદાવાદમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
 

 સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર

 
સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. હિંમતનગર શહેર ઉપરાંત હડિયોલ, ગઢોડા, આકોદરા, હાજીપુર અને બોરીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તલોદ તાલુકાના વક્તાપુર, ઉજેડીયા, મહિયલ અને તોરણિયા ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે, જેનાથી કપાસ, મગફળી અને સોયાબીનના પાકને મોટો ફાયદો થવાની આશા છે.
 

 મહિસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

 
મહિસાગર જિલ્લાના લુણાવાડા, ગોધરા અને કડાણા તાલુકામાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જ્યારે ગોધરા તાલુકાના નસીકપુર અને સરસણ તથા કડાણા તાલુકાના સરસવા, ડીટવાસ અને બચકરીયા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદી આગમનથી મહિસાગરના ધરતીપુત્રોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments