સંબંધિત સમાચાર
- ગુરુવારે ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ અંગેનો કાયદો પસાર કરાશે, ધર્મપરિવર્તન ના વર્તમાન કાયદામાં સુધારો થશે
- Ind vs Eng 2nd ODI Live Score- ઇંગ્લેંડની બેટિંગ શરૂ થતાં ભારતે 337 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે
- હેલિકોપ્ટર, એક કરોડ, સોના હાઉસ અને ચંદ્ર પર મુસાફરી, નેતાજી જીતે તો તે બધું આપી દે!
- મહારાષ્ટ્ર લોકડાઉન લાગશે? સીએમ ઉદ્ધવની મહત્વપૂર્ણ બેઠક, ત્રણ દિવસમાં 1 લાખ કેસ મળ્યા
- ગૃહમંત્રીએ કહ્યું ભૂમાફિયાની શાન ઠેકાણે લાવવી એ જ અમારો નિર્ધાર
પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારી આઇશાના પતિ આરીફે
પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારી આઇશાના પતિ આરીફે કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી . જેની સામે આરીફના જામીન મંજુર ન કરવામાં આવે તેવી માંગણી આઇશાના પક્ષ તરફથીકરવામાં આવી હતી . જો કે નામદાર કોર્ટે આગળની કાર્યવાહી માટે 1 એપ્રિલે સુનવણી રાખી છે .
આજે અમદાવાદની સેસન્સ કોર્ટમાં આરીફના જામીન અરજી સામે આઇશાના પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો .ઉલ્લેખનીય છે કે આ મામલે હજી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તપાસ કરી રહી છે જે હાજી પુરી થઈ નથી . પરિણામે હજી કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ નથી . જેને લઇ આજે કોર્ટમાં આરીફના જામીન મંજુર ને કરવા માટેની રાજુવાત કરવામાં આવી હતી .
આઇશા વતી કોર્ટમાં રજુવાત કરવામાં આવી હતી કે હજી ચાર્જશીટ દાખલ થતા પહેલા આરીફ દેશ વિદેશ પણ ભાગી શકે છે તેમજ આઇશાના પરિવારજનોને ધાક ધમકી પણ આપી શકે છે . તેને કોર્ટ માં રજૂ કરતા પહેલા 3 દિવસના પોલીસ રિમાન્ડ અને ત્યારબાદ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો . જે બાદ આરીફે કોર્ટ સમક્ષ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 439 હેઠળ રેગ્યુલર જામીનની અરજી કરતા આઇશાના પક્ષે વિરોધ ઉઠાવ્યો હતો .
