સંબંધિત સમાચાર
- IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ધૂમ મચાવવા તૈયાર છે આ ત્રણ દિગ્ગજ ગાયક, BCCI ટ્વીટ કરીને આપી માહિતી
- અમદાવાદમાં બે મિત્રોને મેચની ટીકિટોનો સોદો કરવો ભારે પડ્યો, આરોપીઓએ અપહરણ કરીને પાંચ લાખ માંગ્યા
- IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા શુભમનના ફેન્સ માટે સારા સમાચાર, જલ્દી શરૂ થઈ શકે છે પ્રેક્ટિસ
- IND vs AFG: ભારતે ધમાકેદાર અંદાજમાં અફગાનીસ્તાનને હરાવ્યું, તોફાની સદી ફટકારીને રોહિત બન્યા હીરો
- અમદાવાદમાં ઝેરોક્સની દુકાનમાંથી ક્રાઈમ બ્રાંચે ભારત પાકિસ્તાન મેચની નકલી ટીકિટો ઝડપી, ચારની ધરપકડ
IND-PAK મેચ માટે સૌ છે તૈયાર જાણો શું છે ખાસ વ્યવસ્થા
સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
પાર્કિંગથી સ્ટેડિયમ સુધી 300 મીટરથી લઇને 2 કિમી સુધી ચાલીને જવું પડશે
અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ રહેશે હાજર
બપોરે 12.30 વાગ્યે સ્ટેડિયમમાં કલાકારોના પરફોર્મન્સ શરૂ થશે.
અમદાવાદમાં આઠમી વખત ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
પ્રથમવાર કોઇ મેચમાં દર્શકો બપોરે 2 વાગ્યે શરૂ થનારી મેચમાં સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી લઇ શકશે. અને રાત્રે 10:30 કલાકે એટલે કે લગભગ સાડા બાર કલાકથી વધુ સમય સ્ટેડિયમમાં રહેશે. આ સમય દરમિયાન 1 લાખ 30 હજારથી વધુ લોકો આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ હશે.
IND-PAK મેચ માટે આજથી જ VVIPઓનું આગમન શરૂ થશે: અમિતાભ, સચિન, રજનીકાંત, રણબીર કપૂર, આકાશ અંબાણી સહિત 200 મહાનુભાવો સ્ટેડિયમમાં હાજર રહેશે
Fans Shouldn't Get Caught Out!
— Western Railway (@WesternRly) October 11, 2023
WR to run 2 special trains btwn Mumbai & Ahemdabad to clear extra rush of cricket fans attending India Vs Pakistan Match at Ahmedabad on 14/10/23.
Booking will open from 12/10/2023.
#CricketWorldCup2023 #IndiaVsPakistan #india #CricketFever pic.twitter.com/szEngOfMpl
રેલવે દ્વારા દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન 13 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઉપડશે. અમદાવાદથી મુંબઇ જવા ટ્રેન 15 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે ઉપડશે. રાત્રે 12.10 કલાકે મુંબઇ ખાતે પહોંચાડશે.
