રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (12:04 IST)

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા શુભમનના ફેન્સ માટે સારા સમાચાર, જલ્દી શરૂ થઈ શકે છે પ્રેક્ટિસ

IND vs PAK: શુભમન ગિલ બીમારીના કારણે ભારત માટે પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. પરંતુ હવે તે જલ્દી મેદાનમાં પરત ફરી શકે છે.
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમાશે. વર્લ્ડ કપ 2023ની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં શુભમન ગિલ પણ રમી શકે છે. ડેન્ગ્યુથી પીડિત હોવાના કારણે ગિલ ટીમ ઈન્ડિયા માટે પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો.
 
એક અહેવાલ મુજબ ગિલ અમદાવાદ પહોંચી ગયો છે અને તે ટૂંક સમયમાં પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.