સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (11:42 IST)

ICC World Cup 2023: શુભમન ગિલ હજુ હોસ્પિટલમાં દાખલ

shubhaman gill- શુભમન ગિલના) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગિલને પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે તેઓ રજા આપ્યા બાદ હોટલ પરત ફર્યા છે.
 
ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલના ડેન્ગ્યુની ચપેટમાં આવેલ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા, જેના કારણે તેમને ચેન્નાઈની  કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે પાકિસ્તાન સામેની મેચમાં ગિલના રમવાની કોઈ શક્યતા જણાતી નથી
 
મંગળવારના રોજ BCCI દ્વારા શુભમન ગિલની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. હેલ્થ અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે શુભમન ગિલ ટીમ સાથે દિલ્હી ગયો નથી અને તે ચેન્નાઈમાં રહીને તેની સારવાર કરાવશે. પરંતુ તે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે.