Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા મુદ્દે સરકાર સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય

Updated: બુધવાર, 10 જૂન 2020 (14:52 IST)
તાજેતરમાં કોરોના મહામારીના પગલે સમગ્ર ગુજરાતમાં લૉકડાઉનનું ચૂસ્ત પાલન કરવામાં આવ્યું ત્યારે એવું નક્કી થયું હતું કે રથયાત્રાનો નિર્ણય સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ લેવામાં આવશે. ત્યાર બાદ ભગવાનની જળયાત્રામાં પણ નિયમો પ્રમાણે વીધી કરવામાં આવી હતી. જો કે હજી પણ રથયાત્રા કેવી રીતે નિકળશે તે વિશે અસમંજસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા મુદ્દે હજુ પણ અસમંજસ ચાલી રહી છે. આ અંગે સરકાર અને મંદિરની 15 જૂનની બેઠક યોજાશે. આ બેઠક આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, મંદિરના ટ્રસ્ટી અને અમદાવાદના આગેવાનો વચ્ચે યોજાશે. બેઠકમાં રથયાત્રા યોજવી કે નહીં અને જો યોજવામાં આવે તો તેનું સઘળું આયોજન કેવી રીતે કરવું તેના પર મનોમંથન કરવામાં આવશે.  ત્યાર બાદ મુખ્યમંત્રી સાથે બેઠક થશે, જેમાં રથયાત્રા યોજવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments