રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (14:36 IST)

Khambhat બંધનું એલાનઃ ખંભાતમાં રેલીમાં એકત્ર ટોળું હિંસક બન્યું, મકાનો-વાહનોની આગચંપી

ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપી ગવારા ટાવર પાસે એકત્ર થયું હતું. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગા ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. જેને લઈને મામલો બેકાબુ બન્યો હતો.આજે હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા. અને હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યા હતા અને પથ્થરમારો શરુ કરી દીધો હતો. તેમજ પથ્થરમારા બાદ એક મકાનને આગ ચાંપી હતી. તેમજ બાઈકો અને સ્કુટરોને આગ ચાંપી સળગાવી દીધા હતા.તેમજ એક ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કર્યો હતો. અને કેબીનોની તોડફોડ કરી માલસામાન સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રેપીડએક્સના ફોર્સના જવાનોએ તોફાની તત્વોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પણ મામલો તંગ છે અને લોકોના ટોળાઓ એકત્ર થયેલા છે.શહેરમાં અસામાજીક તત્વો દ્વારા છાશવારે હિન્દુ સમાજની કરાતી કનડગતનો વિરોધ કરી આવા તત્વોની સામે કાયદેસરના પગલા ભરી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમુદાય દ્વારા ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અહીયા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલા અને કનડગત બાબતે રેલી સંબોધી હતી. અને ત્યારબાદ એકત્ર થયેલા હિન્દુઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રેલીમાં જાડાયેલા લોકોએ પથ્થરમારો કરી મકાનો અને વાહનોને આગચંપી શરુ કરતા પોલીસ દ્વારા રેલીને વીખેરી દેવામાં આવી હતી અને રેપીડએક્શન ફોર્સ અને એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ સઘન કરી દીધું હતું.