Daily Horoscope
✕

HDFC બેંકએ અમદાવાદમાં શરૂ કરી મોબાઇલ એટીએમની સેવા

Updated: ગુરુવાર, 23 એપ્રિલ 2020 (12:35 IST)
લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને સહાયરૂપ થવા માટે એચડીએફસી બેંકે સોમવારે અમદાવાદમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)ની  સેવા શરૂ કરી હતી. આ મોબાઇલ એટીએમની સેવાને પગલે લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારની બહાર નીકળવાની જરૂર નહીં રહે. અમદાવાદ શહેર પહેલાં બેંકે આ પ્રકારની મોબાઇલ એટીએમની સેવા મુંબઈ, નવી દિલ્હી, અલ્હાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પૂણે, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી હતી.
 
અમદાવાદમાં સ્થાનિક મ્યુનિસિપલ સત્તાની સલાહ લઇને આ એટીએમને તૈનાત કરવાના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. આ મોબાઇલ એટીએમ નિશ્ચિત સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલન કરશે. આ સમયગાળા દરમિયાન મોબાઇલ એટીએમ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે 3-5 સ્ટોપને આવરી લેશે.

મોબાઇલ એટીએમ ખાતે સ્ટાફ અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા એટીએમ માટે કતાર લગાવતી અને સ્વચ્છતા જાળવતી વખતે સામાજિક અંતર જાળવવાના સંદર્ભમાં તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે.
 
એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસએ જણાવ્યું હતું કે, ‘આ કપરાં સમયમાં લોકોને #StayHome and #StaySafeનું સૂત્ર ચરિતાર્થ કરવામાં મદદરૂપ થવા અમે અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ. અમારી મોબાઇલ એટીએમ સુવિધા અમારા ગ્રાહકો અને જનતાને સરળતાથી નાણાં ઉપાડવા તથા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે, કારણ કે, કોવિડ-19ના પ્રસારને નાથવા અમે ચટ્ટાન બનીને ઊભા છીએ.’ આ ઉપરાંત સ્ટાફ અને ગ્રાહકોની સલામતી માટે ATM પાસે સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતની તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

આગળનો લેખ
Show comments