1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. St Bus Close Ahmedabad for 1 week

અમદાવાદ-સુરત રૂટની એસટી,ખાનગી બસો એક સપ્તાહ સુધી બંધ રહેશે

St Bus Close Ahmedabad for 1 week
સુરતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થતા ઉચ્ચકક્ષાએ આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી એસટી બસ તેમજ ખાનગી બસોનું સંચાલન હાલ બંધ રાખવામાં આવ્યું છે. આ બસોનું સંચાલન હાલ શરૂ કરવું કે નહીં તે અંગે ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા કર્યા બાદ બસોનું સંચાલન વધુ 7 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે એસટી નિગમ દ્વારા સુરત જતી આવતી બસોનું સંચાલન 14 ઓગસ્ટથી વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. જો આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલૂ રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં એસટી, ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.
આગળનો લેખ
ચા બનાવવાની ના પાડતાં પત્નીને ફટકરી, પ્રાઇવેટ પાર્ટમાં ભરી દીધું લાલ મરચું