સંબંધિત સમાચાર
- છેવટે સરકારે ઝૂકવુ પડ્યું. નવરાત્રી વેકેશન રદ કરવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો
- ગુજરાત યુનિ.ની સિન્ડિકેટની 13, બોર્ડ ઓફ એકાઉન્ટની 3 બેઠક માટે 24મીએ ચૂંટણી
- સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફે ઈમરજન્સીમાં રિક્ષામાં જ મહિલાની પ્રસુતિ કરાવી
- મનરેગાના શ્રમિકોને આઉટસોર્સિંગમાં મુકવાના સરકારના પરિપત્ર પર હાઈકોર્ટે રોક લગાવી
- વિજય રુપાણીએ સાબરમતિ નદીમાં સફાઈ અભિયાન હાથ ધર્યુ
સુરતના અગ્નિકાંડમાં ભૂંજાયેલા 22 માસુમ વિદ્યાર્થીઓના પરિવારને ન્યાય મળે તે માટે રક્તલિખિત પત્ર પઠવાશે
સમગ્ર વિશ્વમાં ગુંજેલી સુરતની ગોઝારી ઘટનાને લઈને હજીયે પડઘા શાંત નથી થયાં. ગુજરાતની આ ઘટનામાં જવાબદાર મોટા મગરમચ્છો હજીએ બચી રહ્યાં છે. માત્ર થોડા અધિકારીઓને સસ્પેન્ડ કરી કે ધરપકડ કરીને સમગ્ર ઘટનાને શાંત કરવાની વાત કદાચ લોકો જ સાંખી નથી રહ્યાં.સરથાણાના તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે. આ પત્ર આજે કલેક્ટરને આવેદનપત્ર તરીકે અપાશે. અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે. લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટામાથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે.
