શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ઑક્ટોબર 2023 (12:56 IST)

સુરેન્દ્રનગર: અકસ્માતમાં બે લોકોના મોત

Accident
લખતરના ઝમર ગામના પાટિયા પાસેનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3નાં મોત થયા છે અને 3 ઘાયલ થયા છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મહિલા અને 1 પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં 3 લોકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.
  
ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકસાથે છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.