Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત

શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026 (17:30 IST)
valsad accident
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. કપરાડાથી નાનાપોન્ડા તરફ જઈ રહેલી એક ઈકો કાર અને સામેથી આવતી ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
 

એક જ પરિવારમાં માતમ: આંબા જંગલ ગામમાં શોકનું મોજું
 

મળતી માહિતી મુજબ, ઈકો કારમાં સવાર તમામ મુસાફરો કપરાડાના આંબા જંગલ વિસ્તારના વતની હતા અને એક જ પરિવારના સભ્યો હતા. પરિવારના સભ્યો કોઈ કામ અર્થે કપરાડાથી નાનાપોન્ડા તરફ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં કાળ રૂપી ટ્રક સામે આવી હતી. આ દુર્ઘટનામાં પરિવારના કુલ સાત સભ્યોના મોત થતા આખું ગામ હિબકે ચઢ્યું છે અને પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
 

અકસ્માતનું દ્રશ્ય જોઈ કાળજું ધ્રૂજી ઉઠ્યું
 

ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108  એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ મૃત્યુઆંક વધીને સાત પર પહોંચ્યો હતો.
 

પોલીસ તપાસ: ઓવરસ્પીડ કે બેદરકારી?
 

ઘટનાની જાણ થતા જ કપરાડા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનની ઓવરસ્પીડ અથવા ચાલકની બેદરકારી હોવાનું મનાય રહ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે દૂર કરાવ્યા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

આગળનો લેખ
Show comments