Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Pitru Paksha 2025 - પિતૃ પક્ષમાં જે લોકો કરે છે આ 5 કામ તેમના પર દેવી લક્ષ્મી રહે છે પ્રસન્ન

Updated: સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (15:16 IST)
પિતૃ પક્ષ પ્રારંભ થઈ ચુક્યો છે. અને આ સમયે યમરાજ પૂર્વજોને પોતાના પરિવારને મળવા માટે મુક્ત કરી દે છે.  તેથી તેમનુ શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. જેનાથી તેમની આત્માને શાંતિ મળે છે. એવી માન્યતા છે કે જો મરનાર વ્યક્તિનુ શ્રાદ્ધ ન કરવામાં આવે તો તેની આત્માને શાંતિ મળતી નથી. શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે પિતૃ પક્ષ દરમિયાન કેટલાક કાર્ય કરવઆથી માતા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.  આ કાર્ય કરવાથી બગડેલા કામ પણ બની જાય છે અને બગડેલા કામ પણ બની જાય છે. આ ઉપરાંત પિતૃદોષ પણ ખતમ થાય છે. 
 
પિતરોનુ શ્રાદ્ધ હંમેશા એ તિથિમાં કરવુ જોઈએ જે તિથિમાં તેઓ પરલોક સિધાવ્યા હતા.  મૃત્યુતિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવો.  અને સાથે જ જો જમાઈ, નાતી અથવા ભાણેજ સામ્મિલિત  કરવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે.  ભોજન પછી તેમને યથાશક્તિ દક્ષિણા આપીને તેમને વિદાય કરીને આશીર્વાદ લેવા જોઈએ.  આવુ કરવાથી પિત્તર પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે સાથે જ બગડેલા કામ પણ બનવા માંડે છે. 
 
- ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ 
 
પિતૃ પક્ષમાં દરરોજ પિતરોના નામનુ જળ તર્પણ કરવુ જોઈએ અને જો શક્ય હોય તો રોજ નહિ તો શ્રાદ્ધના દિવસે કાગડો કે કબૂતર માટે ભોજનનો એક ભાગ કાઢીને તેમને માટે ઘરની અગાશી પર મુકી દો. એવુ કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડો આવીને તમારા આપેલા અન્નને સ્પર્શ કરી જઆય તો તે સીધુ પિતરોને જાય છે. આવુ કરવાથી પિતર પ્રસન્ના થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે.  તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ  વધે છે. 
 
- પિતૃ પક્ષમાં કરો પંચ ગ્રાસ દાન 
શ્રાદ્ધના દિવસએ પંચ ગ્રાસનુ દાનનુ વિશેષ મહત્વ છે. પંચ ગ્રાસમાં ગાય, બિલ્લી, કાગડો, કુતરો અને સુમસામ સ્થાન પર ભોજનનો એક ભાગ મુકી દેવો જોઈએ.  અને પાછા વળતી વખતે પાછળ વળીને ન જોવુ જોઈએ. પિતૃ આ ભોજનથી તૃપ્ત થાય છે અને વંશજોને સ્નેહ આશીર્વાદ આપે છે. 
 
-મા લક્ષ્મી થાય છે પ્રસન્ન 
 
પિતૃ પક્ષમાં ઘરે કોઈપણ અતિથિ કે પછી ગરીબ વ્યક્તિને તમારા દરવાજા પર આવે તો આ માટે પણ આદર સહિત ભોજન પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને જતી વખતે ખાલી હાથ ન મોકલો. પિતર કોઈપણ રૂપ લઈને તમારા દરવાજા પર આવી શકે છે.  તેથી દરેક આદરનો કરવો જોઈએ.  આવુ કરવાથી મા લક્ષ્મી પણ તમારા પર મેહરબાન થાય છે અને પોતાનો આશીર્વાદ બનાવી રાખે છે. 
 
- પિતર થાય છે પ્રસન્ન 
 
પિતૃ પક્ષના સમયે પૂર્વજોનુ ધ્યાન કરવુ જોઈએ અને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવો જોઈએ.  આ સમયે પિતર પોતાના પરિજનોને ત્યા આવે છે.  તેથી ઘરમાં પ્રેમ અને સદ્દભાવ કાયમ રાખવો જોઈએ અને સાત્વિક ભોજન કરવુ જોઈએ. પિતૃપક્ષમા બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ.  આવુ કરવાથી પિતર પ્રસન્ન થાય છે અને ખુશ રહેવાનો આશીર્વાદ આપે છે. 
 
 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments