રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ / પિતૃ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (12:28 IST)

Shraddha 2024 - શ્રાદ્ધ દરમિયાન કરો આ વસ્તુઓનો દાન

શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખત્મ થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષમાં ઘણી વસ્તુઓના દાનની માન્યતા છે અને બધી વસ્તુઓના દાનથી જુદા-જુદા ફળ મળે છે. અમે તમને જણાવી રહ્યા છે. શ્રાદ્ધમાં કઈ વસ્તુના દાનનું શું મહત્વ, શું ફળ મળે છે. 
 
તલનું દાન 
કાલા તલ વિષ્ણુજીની બહુ પ્રિય છે અને તેથી આ પૂર્વજોને પણ ખૂબ પ્રિય છે. શ્રાદ્ધમાં કાલા તલનો દાન કરવાથી માણસ મુશ્કેલી અને સંકટથી બચ્યું રહે છે. 
 
ઘી નો દાન 
શ્રાદ્ધમાં ગાયનો શુદ્ધ ઘી દાન કરવું પરિવાર માટે શુભ અને મંગળકારી ગણાય છે. 
 
અનાજનું દાન 
અન્નદાનમાં ઘઉં, ચોખા વગેરેનું દાન કરવું જોઈએ. પણ તેના અભાવમાં કોઈ પણ બીજા અનાજનું દાન કરી શકાય છે. આવું કરવાથી માણસની દરેક ઈચ્છા પૂરી હોય છે અને મનવાંછિત ફળ મળે છે. 
 
વસ્ત્રોનું દાન 
પિતરોને પણ શરદી અને ગર્મીનો અનુભવ હોય છે. જે પરિજન તેમના પિતરોને વસ્ત્ર દાન કરે છે તેના પર હમેશા પિતરોની અસીમ કૃપા રહે છે. ધોતી અને ટાવેલનું દાન બહુ મહત્વનું છે અને મનોવાંછિત ફળ મળે છે.