Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

Updated: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2026 (13:01 IST)
રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

શીતળા  સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક
ALSO READ: રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય
સામગ્રી
250  ગ્રામ કંકોડા
1/2 નાની ચમચી રાઈ 
1/2 નાની ચમચી અજમો 
1 ચપટી હિંગ
1 ચમચી લાલ મરચાં પાઉડર 
3/4 ચમચી ધાણા પાઉડર 
1/4 ચમચી હળદર
1 નંગ લીંબુ
ALSO READ: શીતળા સાતમ ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા
રીત
- સર્વપ્રથમ કંકોડા ધોઈને સમારીલો. 
- પછી એક પેનમા તેલ મૂકી તેમાં રાઇ, અજમો અને હિંગ તડકવા દો. 
- પછી તેમાં કંકોડા નાખી દેવા. 
- ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું. 
- હલાવી સહેજ પાણી નાખી ઉપર પાણી મૂકી ચઢવા દેવું. 
- ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી દેવા.
ALSO READ: શીતળા સાતમ સ્પેશ્યલ આખા દિવસનું મેનુ લિસ્ટ
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરાના વડા
સામગ્રી :
1. બાજરા નો લોટ1 1/2 કપ
2. લાલ મરચું1 નાની ચમચી
3. હળદર1/2 નાની ચમચી
4. ધાણાજીરું1 નાની ચમચી
5. તલ1 ચમચી
6. તેલ2 કપ તળવા માટે
7. કોથમીર1 કપ ઝીણી સમારેલી.
8. દહીં1 મોટી ચમચી
9. મીઠું2 નાની ચમચી
10. પાણી1/2 કપ લોટ બાંધવા માટે
ALSO READ: રાંધણ છઠની રેસીપી- દહીંવડા

બનાવવાની રીત:

- સૌપ્રથમ એક વાડકામાં બાજરા નો લોટ લો.
- તેમાં મરચું, હળદર,દહીં, તલ, કોથમીર કે લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ભેળવો.
- આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધો.
ALSO READ: સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી- મેથીના ઢેબરા
- બાજરા ના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો. હવે આ ગોળાકાર લુવા ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.
ALSO READ: રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરાના વડા
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે ચકાસી લો.
- તેલ ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળવા. વડાને તળીને પ્લેટમાં કાઢી લો. 
ALSO READ: રાંધણ છઠ સ્પેશલ - સ્વાદિષ્ટ મેથીના થેપલા
- તમારા સ્વાદિષ્ટ બાજરાના વડા તૈયાર છે. 
- તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરવું. 
ALSO READ: રાંધણ છઠ સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી
ગુજરાતી પાત્રા 
પાત્રા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો.  આ બહુ વધારે પૌષ્ટિક હોય છે.
 
કેટલા લોકો- 4 માણસ માટે 
તૈયારીમાં સમય- 10 મિનિટ 
રાંધવામાં સમય- 25 મિનિટ 
ALSO READ: રાંધણ છઠ સ્પેશલ રેસીપી - કંકોડાનુ શાક
સામગ્રી- 
10 નંગ અળવીના પાન
પેસ્ટ માટે - 
3 કપ ચણાનો લોટ
1  ચમચી આદુમરચાની પેસ્ટ
1  ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ 
1 લીંબુ
2  ચમચી તેલ 
વઘાર માટે - 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ  , કોથમીર 
 
વિધિ- સૌથી પહેલા એક વાડકામાં પેસ્ટ માટે તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ગોળ  ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .પછી એને સાઈડમાં મૂકી દો. 
પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. 
પાનના ઠૂંઠાને કાપી દો. 
હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો પાન પર ફેલાવો. 
આ રીતે એક બીજું પાન રાખો પછી એના પર પેસ્ટ લગાડો. 
પછી આ રીતે ત્રીજા પાન રાખો અને પેસ્ટ લગાડો. 
પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે 
અને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. 
પછી તાપને બંદ કરી કાઢી લો. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી  લો. 
હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. 
હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો. 

ALSO READ: Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

ALSO READ: રાંધણ છઠ - રાંધણ છઠ શુંં છે ? જાણો મહિમાનુ આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે રાંધણ છઠનો ઈતિહાસ

ALSO READ: શીતળા સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક


વધુ જુઓ..

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

વધુ ગળ્યુ ખાવાથી લિવર પર શુ અસર પડે છે, શુ ખાંડ ખાવાથી લિવરમાં સોજો આવે છે, ડોક્ટર પાસેથી જાણો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

આગળનો લેખ
Show comments