Raksha Bandhan 2026 : રક્ષાબંધન પર રાખડી કેવી રીતે બાંધવી ? જાણી લો રાખડી બાંધવાની સાચી રીત
How to Tie a Rakhi
Raksha Bandhan 2026 - રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી. રક્ષાબંધનના તહેવાર પાછળનુ તાત્પર્ય અને તે ઉજવવાની વિધિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.. તો જાણો તેના વિશે.
ALSO READ: ગુજરાતી જોક્સ - રક્ષાબંધન પર શું ગિફ્ટ
રક્ષાસૂત્ર હોય છે રાખડી
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈ માટે રાખડી ખરીદે છે. જે તેમના સ્નેહ અને પ્રેમનુ પ્રતિક હોય છે.રાખડી રક્ષાસૂત્ર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ રક્ષાસૂત્ર કોઈપણ બલાથી ભાઈઓની રક્ષા કરે છે. રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનોને પણ તેમની રક્ષા કરવાનુ વચન આપેછે.
રાખડી કેવી રીતે બાંધવી ? આ છે રાખડી બાંધવાની સાચી રીત
- સૌથી પહેલા ભાઈને તિલક લગાવો તેના પર અક્ષત એટલે ચોખા ચોંટાડવા
- ત્યારબાદ ભાઈના એક હાથમાં નારિયળ સાથે રૂમાલ અને પૈસા મુકીને આપવા, નારિયળ લક્ષ્મીનુ પ્રતિક છે
- ભાઈની સોપારી સિક્કો અને સોનાની વસ્તુથી નજર ઉતારવી
- ત્યારબાદ તે પોતાના ભાઈઓની આરતી ઉતારતા તેમના લાંબી વયની પ્રાર્થના કરવી
- પછી ભાઈને મીઠાઈ ખવડાવીને તેમનુ મોઢુ મીઠુ કરાવવુ
- પછી ભાઈના જમણા હાથે રાખડી બાંધવી
- રાખડી બાંધતી વખતે બહેનનુ મોઢુ પૂર્વ દિશામાં હોવુ જોઈએ
- રાખડી બાંધતી વખતે બહેને આ મંત્ર બોલવો
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ:
તેન ત્વાં અભિબન્ધામિ રક્ષે મા ચલ મા ચલ
મંત્રનો અર્થ - જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવોના રાજા બલિને બાંધવામાં આવ્યો હતો એ રક્ષાસૂત્ર હુ તને બાંધુ છુ. જે રક્ષા સૂત્ર તમે સ્થિર
રહેજો સ્થિર રહેજો..
ક્યારે છે રક્ષાબંધન 2026 ?
શ્રાવણ મહિનાની પૂનમની તિથિનો પ્રારંભઃ 27 ઓગસ્ટના રોજ સવારે 9:08 વાગ્યે મિનિટથી
શ્રાવણ મહિનાની પૂનમ તિથિ સમાપ્તઃ 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે
રક્ષાબંધનની તિથિઃ ઉદયા તિથિ પ્રમાણે રક્ષાબંધનની ઉજવણી 28 ઓગસ્ટ 2026 ના કરવામાં આવશે.
રક્ષાબંધન 2026 શુભ મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સવારે 6:23 થી 9:48 સુધીનો છે. તમે અભિજીત મુહૂર્ત (હિન્દુ મહિનાના અભિજીતનો સમય) દરમિયાન બપોરે 12:14 થી 1:05 વાગ્યા સુધી તમારા ભાઈના કાંડા પર રાખડી પણ બાંધી શકો છો.
બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4 કલાક 22 મિનિટથી 5 કલાક 4 મિનિટ સુધી
અભિજીત મુહૂર્તઃ બપોરે 12 કલાક 17 મિનિટથી 12 કલાક 53 મિનિટ સુધી રહેશે
સૌભાગ્ય યોગઃ 4 કલાક 1 મિનિટથી 10 ઓગસ્ટે સવારે 2 કલાક 15 મિનિટ સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગઃ 9 ઓગસ્ટ બપોરે 2 કલાક 23 મિનિટ સુધી
રક્ષાબંઘન પર ગ્રહણનો પડછાયો ?
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પણ રક્ષાબંધન પર જ થશે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. ઘણા લોકો ચંદ્રગ્રહણ દરમિયાન રક્ષાબંધનની ઉજવણી કેવી રીતે કરવી તે અંગે ચિંતિત છે. બહેનો ક્યારે અને કેવી રીતે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકશે? હિન્દુ કેલેન્ડર મુજબ, વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ સવારે 8:04 થી 11:22 વાગ્યા સુધી રહેશે. જોકે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ. તેથી, તમે કોઈપણ શુભ સમયે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો
રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચતિલ છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે.
રક્ષાબંધન સાથે જોડાયેલી પોરાણિક કથા
ધાર્મિક ગ્રંથો અને લોક પરંપરાઓમાં રક્ષાબંધન વિશે ઘણી વાર્તાઓ અને વાર્તાઓનો ઉલ્લેખ છે. દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણએ એક વખત તેમની આંગળી કાપી નાખી હતી અને લોહી નીકળતું હતું. આ જોઈને, દ્રૌપદીએ તેમની સાડીનો ટુકડો ફાડીને તેમની આંગળી પર બાંધી દીધો હતો. દ્રૌપદીના સ્નેહથી ખુશ થઈને, ભગવાન કૃષ્ણએ તેમનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. આ વચન દ્વારા જ ભગવાન કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્રો ઉતારવાના સમયે તેમનું સન્માન બચાવ્યું હતું.