ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : ગુરુવાર, 7 ઑગસ્ટ 2025 (16:11 IST)

Raksha Bandhan 2025: રક્ષાબંધનની થાળીમાં જરૂર હોવી જોઈએ આ પાંચ વસ્તુઓ.. મળે છે શુભ ફળ

raksha bandhan
raksha bandhan
Raksha Bandhan Thali Samagri: રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનુ પ્રતિક પર્વ છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવાય છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી વય, સુખ સમૃદ્ધિ અને સુરક્ષાની કામ કરતા તેમના કાંડા પર રાખડી બાંધે છે.   
 
રક્ષાબંધનનો તહેવાર ખાસ બનાવવા માટે બહેનો પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે. તેમા પૂજાની થાળી સજાવવી એક મહત્વનો ભાગ હોય છે. જો આ થાળીમાં કંઈક વિશેષ વસ્તુઓ યોગ્ય વિધિથી સામેલ કરવામાં આવે તો આ શુભ અને ફળદાયક માનવામાં આવે છે.  આવો જાણીએ રક્ષાબંધનની પૂજા થાળીમાં કંઈ વસ્તુઓનો પ્રયોગ કરવો શુભ હોય છે.  
 
પૂજાની થાળીમાં મુકો આ શુભ વસ્તુઓ 
 
કુમકુમ કે કંકુ - રાખડી બાંધતા પહેલા ભાઈના માથા પર તિલક કરવાની પરંપરાનો મહત્વનો ભાગ છે.  તિલક માટે થાળીમાં કંકુ કે કુમકુમ જરૂર હોવુ જોઈએ. આ દીર્ઘાયુ વિજય અને સમૃદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે.  
 
અક્ષત (ચોખા) 
પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા કાચા ચોખા, જેને અક્ષત કહેવાય છે. એ શુભ્રતાનુ પ્રતિક હોય છે.  તિલક પછી ભાઈના માથા પર અક્ષત લગાવવા એ પૂજા વિધિનો ભાગ છે. 
 
દિપક - આરતી માટે થાળીમા દિવો જરૂર મુકો. રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારવી એ ખરાબ નજરથી બચવાનો ઉપાય માનવામાં આવે છે. તેનાથી ભાઈના જીવનમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે છે.  
 
મીઠાઈ - ભાઈ-બહેનના સંબંધોની મીઠાશને દર્શાવવા માટે થાળીમાં મીઠાઈ જરૂર મુકવી જોઈએ. રાખડી બાંધ્યા પછી એકબીજાને મીઠાઈ ખવડાવવી શુભ હોય છે અને પ્રેમને વધારે છે.  
 
નારિયળ - (શ્રીફળ) થાળીમાં નારિયળ મુકવુ ખૂબ જ શુભ માનવામાં આવેછે. અનેક સ્થાન પર બહેન તિલક પછી ભાઈને શ્રીફળ અર્પિત કરે છે. તેને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. તેનાથી ભાઈને પ્રમોશન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.