1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
  4. know everything about pv sindhu

જાણો ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલની આશા જગાવનારી બૈડમિંટન સ્ટાર પીવી સિંધુ વિશે

પીવી સિંધુ
ઓલિમ્પિકમાં બૈડમિંટન સેમીફાઈનલ મેચ જીતીને ઓલિમ્પિકમાં ઓછામાં ઓછા રજત પદક પાકો કરનારી પીવી સિંધુએ દેશવાસીઓના દિલ પર સંપૂર્ણ રીતે કબજો જમાવી લીધો છે. દેશને આશા છે કે આ શુક્રવારની સાંજે થનારા સેમીફાઈનલ મુકાબલામાં વિશ્વની નંબર એક મહિલા બૈડમિંટન ખેલાડી સ્પેનની કૈરોલિના મારિનને હરાવીને દેશને સુવર્ણ પદક અપાવશે.  આજે અમે તમને બતાવી રહ્યા છે પીવી સિંધુ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.. 
 
- પુસરલા વેંકટા સિંધુ (પીવી સિંધુ)નો જન્મ 5 જુલાઈ 1995ના રોજ થયો હતો. પીવી સિંધુના માતા-પિતા બંને વૉલીબોલના ખેલાડી રહી ચુક્યા છે. સિંધુના પિતા પીવી રમન્નાને વૉલીબોલ માટે અર્જુન પુરસ્કાર મળી ચુક્યો છે. 
 
- સિંધુએ 7-8 વર્ષની વયમાં જ બૈડમિંટન રમવુ શરૂ કરી દીધુ હતુ. પુત્રીની રુચિને જોતા તેના પિતા ટ્રેનિંગ માટે રોજ ઘરેથી 30 કિલોમીટર દૂર ગાચીબૌલી લઈ જતા હતા. 
 
 


- પીવી સિંધુ હૈદરાબાદમાં ગોપીચંદ બૈડમિંટન અકેડમીમાં ટ્રેનિંગ લે છે અને તેમને 'ઓલિપિંક ગોલ્ડ ક્વેસ્ટ' નામની એક નૉન-પ્રોફિટ સંસ્થા સપોર્ટ કરે છે. 
 
- સિંઘુને અહી સુધી પહોંચાડવામાં પૂર્વ બૈડમિંટન ખેલાડી પુલેલા ગોપીચંદનુ મુખ્ય યોગદાન છે. સિંઘુ જ્યારે 9 વર્ષની હતી ત્યારથી ગોપીચંદ તેમને ટ્રેનિંગ આપી રહ્યા છે. જોકે સિંઘુને શરૂઆતી ટ્રેનિંગ મહેબૂબ લઈએ આપી હતી. 

- 30 માર્ચ 2015ના રોજ સિંઘુને ભારતના ચોથા ઉચ્ચતમ નાગરિક સન્માન, પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવી. 
 
- 2014માં સિંઘુએ એફઆઈસીસીઆઈ બ્રેકથ્રૂ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ ઈયર 2014 અને એનડીટીવી ઈંડિયન ઓફ ધ ઈયર 2014નો એવોર્ડ જીત્યો. 

- છેલ્લા ત્રણ વર્ષથી સિંધુ સવારે 4.15 વાગ્યે જ ઉઠી જાય છે અને બૈડમિંટનની પ્રૈકટિસ કરે છે. 
 
- એક રેલવે કર્મચારી અને પૂર્વ વૉલીબૉલ ખેલાડી સિંઘુના પિતાએ 8 મહિનાની રજા લીધી હતી, જેથી તે પોતાની પુત્રીના ટ્રેનિંગ દરમિયાન સમર્થન કરી શકે. 
 
 

- 2010માં તે મહિલાઓના ટૂર્નામેંટ ઉબેર કપમાં ભારતીય ટીમનો ભાગ રહી હતી. 2014માં ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતોમાં સિંઘુ સેમીફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. જ્યારે કે 2015માં તે ડેનમાર્ક ઓપનના ફાઈનલ સુધી પહોંચી. આ વર્ષે તેણે મલેશિયા માસ્ટર્સ ગ્રાં પ્રીમાં એકલ ખિતાબ પણ જીત્યો છે. 
 
 

- 10 ઓગસ્ટ 2013માં સિંધુ ભારતની પ્રથમ એકલ ખેલાડી બની, જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોઈ પદક (કાંસ્ય) જીત્યો. 
 
- સિંધુ વિશે તેમના આદર્શ ગોપીચંદ કહે છે કે સિંઘુ ક્યારેય હાર નથી માનતી અને તે જે નક્કી કરી લે છે તે પૂર્ણ કરવા માટે તનતોડીને મહેનત કરે છે. 
આગળનો લેખ
નરસિંહ યાદવ પર 4 વર્ષનો પ્રતિબંધ, યાદવની અપમાનજનક વિદાય માટે જવાબદાર કોણ ?