1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
  4. pv sindhu rio olympics

Rio Olympic 2016 - સિંઘુ અમારા હોઠ પર Smile લાવવા માટે Thanks !

રિયો ઓલંપિક
રિયો ઓલંપિકમાં મહિલા બેડમિંટન સિંગલ્સના સેમીફાઈનલમાં પહોંચી સિંધુની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.   અત્યાર સુધી કોઈ પદક ન મળવાથી ઉદાસ ભારતીયોને પીવી સિંધુએ આશાની કિરણ બતાવી છે. 
 
ટ્વિટર હૈંડલ  @India_At_Rio પરથી ટ્વીટ કરવામાં આવ્યુ, 'અમારા ચેહરા પર સ્માઈલ લાવવા માટે આભાર. અત્યાર સુધી રિયો અમારી માટે નિરાશાજનક રહ્યુ. તેવી પરિસ્થિતિમાં આ ખૂબ જરૂરી હતુ. 
 
ખેલ પત્રકાર અયાજ મેમને @cricketwallah  પરથી ટ્વીટ કર્યુ, "પીવી સિંધુ એ 2012ની રજત પદક વિજેતા વા6ગ ઈહાનને હરાવીને પદકની આશાને કાયમ રાખી હતી. તે રિયોમાં જોરદાર ફોર્મમા છે."
 
ભરત નામના એક ટ્વિટર યૂઝરે હૈડલ ‏@bharat435 પરથી લખ્યુ, 'કામ હજુ પુરૂ થય નથી. બિંદ્રા, સાનિયા અને બોપન્ના પણ આ સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. પણ પદક ન જીતી શક્યા. આશા છ કે આવુ ફરી નહી થાય."
 

ક્વાર્ટર ફાઈનલમાં દુનિયાની નંબર બે ખેલાડીને હરાવનારી સિંધુ વિશે રૌનકે ‏@619ronakk પરથી લખ્યુ, "સેમીફાઈનલમાં તેમનો મુકાબલો નબળા પ્રતિદ્વંદી સાથે થશે. આશા છે કે રિયોમાંથી ભારત માટે સારા સમાચાર આવશે. 
 
બીજી બાજુ શિલ્પી તિવારીએ @shilpitewari પરથી ટ્વીટ કર્યુ, "શુ મેચ હતી ! સિંધુ ખૂબ જ જોરદાર રમી અને પૂર્વ ચેમ્પિયનને હરાવી." 
 
બીજી બાજુ પત્રકાર સચિન કાલબાગે @SachinKalbag પરથી ટ્વીટ કર્યુ, "તાજેતરના વર્ષોમાં ભારતના બધા પ્રેરિત કરનારા ખેલાડી મહિલાઓ રહી છે. મૈરી કોમ, સિંધુ, સાનિયા, દીપા, ફોગટ બહેનો વગેરે." 
આગળનો લેખ
સરકારે આપી નવા મોબાઈલ કનેક્શન માટે આધાર e-KYCની મંજુરી