Daily Horoscope
✕

Gujarati Vrat Recipe- ફરાળી ગુલાબ જાંબુ

Updated: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:51 IST)
વ્રતમાં ઘણી બધી વસ્તુઓ ખાવાની ના હોય છે ત્યારે મનપસંદ મિઠાઈ ખાવાનું મન કરીએ તો શું કરવું. ગુલાબ જાંબુ એવી એક મિઠાઈ જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. તો વેબદુનિયા તમારા માટે લાવ્યું છે ફરાળી ગુલાબ જાંબુની રેસીપી આ ગુલાબ જાંબુને વ્રતના સમયે પણ સ્વીટના રૂપમાં ખાઈ શકાય છે. 
 
250 ગ્રામ માવો/ખોયા 
4 ટેબલસ્પૂન સિંધાડાનો લોટ 
5-6 કાજૂ 
1/2 ટીસ્પૂન એલચી પાઉડર 
તળવા માટે ઘી 
1/4 ટીસ્પૂન બેકિંગ પાઉડર 
જરૂર મુજબ પાણી 
1 ટીસ્પૂન ખાંડ પાઉડર 
કડાહી 
 
* ફરાળી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા અમે ચાશની બનાવશું . 
- તેના માટે કડાહીમાં ખાંડ અને સવા 1 કપ પાણી નાખી મધ્યમ તાપ પર મૂકવું. 
10-12 મિનિટમાં ચાશની થઈ જશે. ત્યારે તેમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી દો. અને તાપથી ઉતારી લો. ચાશની પરફેક્ટ બની છે કે નહી તપાસવા 
 
માટે એક ટીંપા લઈને આંગળી અને અંગૂઠાની વચ્ચે ચોંટાડીને જુઓ જો જાડું તાર બની રહ્યું છે તો સમજી લો કે ચાશની બની ગઈ છે. જો નહી તો થોડીવાર વધુ થવા 
 
દો. 
 
- એક પેનમાં માવા નાખી 2-3 મિનિટ હલાવતા તેને નરમ કરી લો. 
- તાપથી ઉતારીને ઠંડા કરી લો પછી તેમાં સિંઘાડાનો લોટ અને બેકિંગ પાઉડર મિક્સ કરી લો. 
- તેમાં માવાના ગઠ્ઠાં બિલકુલ ન રહેવા જોઈએ, 
- હવે તે મિશ્રણના મધ્યમ આકારના ગોળા બનાવી દરેક ગોળાના વચ્ચે એક કિશમિશ દબાવી તેને ફરી ગોળ બનાવી લો. કઢાઈમાં ઘીને સારી રીતે ગરમ કરો. 
- પછી ગેસ ધીમો કરી તેમાં ગુલાબજાંબુ તળી લો. 
- ગુલાબજાંબુને હંમેશા ઘીમાં તાપે તળવા જોઈએ નહિ તો તે ઉપરથી કાળા અને અંદરથી કાચાં રહી જશે. 
- ગુલાબ જાંબુને હવે ચાશનીમાં નાખી દો. 
- તૈયાર છે તમારી ફરાળી ગુલાબ જાંબુ. 

વધુ જુઓ..

ભાગેડુ લલિત મોદી બ્રિટિશ નાગરિક બન્યો, નાગરિકત્વની જાહેરાત કરી, કહ્યું, "આજે એક નવા અધ્યાયની શરૂઆત છે."

લાભ પાંચમના દિવસે એક્શન મોડમાં DyCM હર્ષ સંઘવી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરી મહત્વપૂર્ણ બેઠક

ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની પુણેની મુલાકાતે આવશે

પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું એશિયાનો બોસ, આર્યવીર સહેવાગ સહીત 12 મેચ વિનર્સની સ્ટોરી, છોલે-કુલ્ચે વેચનારા,

'ખબર હતી આજે મારો દિવસ છે, ટીમને જીતાડીને જ પાછો ફરીશ' - મોહિત ઉલવાઈ જણાવ્યું કેવી રીતે અંતિમ ઓવરમાં પલટી બાજી

વધુ જુઓ..

આજે છઠ પૂજાનો સાંજનો પ્રસાદ કરવામાં આવશે. સૂર્યને જળ ચઢાવવાનો યોગ્ય સમય અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો આજે લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 નવેમ્બર, 2026, 2026

આગળનો લેખ
Show comments