મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

ઘરમાં બનાવીને ખાવો તલની ગજક

તલની ગજક બનાવવામાં થોડી મેહનત લાગી શકે છે. પણ સ્વાદના બાબતમાં તેનો કોઈ જવાન નથી. શિયાળાના મોસમમાં તલનો સેવન કરવાથી શરીર તંદુરૂસ્ત રહે છે સાથે જ આ મોસમમાં થતા રોગોથી પણ છુટકારો મળી જાય છે. 
 
200 ગ્રામ સફેદ તલ 
300 ગ્રામ ગોળ 
15-16 બદામ કાપેલા 
15-16 કાજૂ  
2-3 ઈલાયચી વાટેલી 
3 ચમચી ઘી 
 
- સૌથી પહેલા મધ્યમ તાપમાં એક કડાહી રાખો અને તેમાં તલને સારી રીતે શેકી લો. તેને એક પ્લેટમાં કાઢીને દો. 
- જ્યારે સુધી તલ ઠંડુ થઈ રહ્યું છે તે કડાહીમાં ઘી અને ગોળ નાખી ધીમા તાપ પર પકાવો. 
- જ્યારે સુધી ચાશની તૈયાર થઈ રહી છે ત્યારે સુધી તલને મિક્સરમાં દરદરો વાટી લો. 
- એક મોટી અને ગહરી પ્લેટને ઘી લગાવીને ચિકણો કરી લો. 
- હવે ચાશનીમાં એલચી પાઉડર અને તલનો ભોકો નાખી સારી રીતે મિક્સ કાતા થોડી વાર રાંધવું. 
- પછી તાપ બંદ કરી આ મિશ્રણને ચિકણાઈ લાગેલી પ્લેટમાં નાખી ફેલાવી લો. હવે તેમાં કાપેલા મેવ ભભરાવી દો. જ્યારે મિશ્રણ થોડું સખ્ત થઈ જાય તો તેને વેલણથી ફેલાવી દો. 
- 10 મિનિટ પછી તેને ચાકૂની મદદથી મનપસંદ આકારમાં કાપી લો. 
- 30 મિનિટ માટે મૂકી દો જેનાથી ગજક સારી રીતે સેટ થઈ જાય 
- આ ગજકને તરત ખાઈ લો કે પછી ડિબ્બામાં સ્ટોર પણ કરી શકો છો.