સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી- વેજ મેન્ચુરિયન રેસીપી
મન્ચુરિયન બોલ માટે સામગ્રી : 1 કોબિજ લો અને તેને ઝીણી સમારી લો. 4 છીણેલાં ગાજર, 2 ચમચાં મેંદો લો. અડધી ચમચી અજીનોમોટો, 6 ચમચી કોર્નફ્લોર, ચાર ઝીણાં કાપેલાં મરચાં લો. એક ચમચી કાળાં મરીનો પાવડર અને મીઠું લો.1 કપ તેલ તળવા માટે
મન્ચુરિયન સોસ બનાવવા માટે : 4 ચમચી સરકો લો. 2 ઝીણાં સમારેલાં મરચાં લો.1 ઝીણી સમારેલી ડુંગળી અને 1 ચમચી ઝીણું સમારેલ લસણ લો. 2 ચમચી આદુની પેસ્ટ,1 ચમચી ટામેટાં નો સોસ, 4 ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર લો.
બનાવવાની રીત : કોબીજમાં એકાદ ચમચી મીઠાનું મિશ્રણ કરી તેને 15 મિનીટ સુધી મૂકી રાખો અને ત્યારબાદ તેમાં મન્ચુરિયન બોલની બધી સામગ્રી નાખો.ત્યારબાદ તેને ગોળાકાર અથવા અંડાકાર ગોળીઓ બનાવી તેને ચપટી કરી દો. એક પ્લેટમાં બે-ત્રણ ચમચી મેંદાનો સુકો લોટ લો.પછી દરેક ગોળી પર મેંદાનો લોટ લગાવી તેને મધ્યમ તાપે તળી દો.
