તવા પુલાવ બનાવવાની સરળ રેસીપી ક્યાં નહી મળશે તમને  
                                       
                  
                  				  જો તવા પનીર, ચિકન અને ચૉપ  તો ઘણી વાર ખાદ્યા હશે પણ શું તમે ક્યારે તવા પુલાવ ખાદ્યુ છે? જો નહી તો ઈંતજાર કઈ વાતનો. આ રહી રેસીપી. આ રેસીપીની સૌથી ખાસ વાત છે કે જો તમે ડાઈટ પર છો તો ઘણી બધી શાકભાજી નાખી આ ડિશને તૈયાર કરી શકો છો. તેમજ વાઈટ રાઈસની જગ્યા બ્રાઉન રાઈસથી પણ આ રેસીપી બનાવી શકાય છે. 
				  										
							
																							
									  
	 
	1 કપ ચોખા 
	1 કપ ડુંગળી 
	1/2 કપ શિમલા મરચાં 
	1 કપ ટમેટા 
	1/2 કપ ગાજર 
				  
	1/2 કપ સ્વીટ કાર્ન 
	1 ટીસ્પૂન ગરમ મસાલા 
	1 ટીસ્પૂન લીંબૂનો રસ  
	મીઠુ સ્વાદપ્રમાણે 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	તેલ  જરૂર પ્રમાણે 
	પાણી જરૂર પ્રમાણે 
	 
	- સૌથી પહેલા મધ્યમ તાપ પર તવા પર તેલ નાખી ગરમ કરવા માટે મૂકો. 
				  																		
											
									  
	- તેમાં ડુંગળી નાખી સોનેરી થતા સુધી સંતાળો. 
	- પછી ટમેટા નાખો 
	- હવે બધા શાકભાજી, ગરમ મસાલા અને મીઠુ નાખી તેને નરમ થતા સુધી ઢાકીને રાંધો. 
				  																	
									  
	- જ્યારે શાકભાજી નરમ થવા લાગે ત્યારે 2 ચમચી પાણી નાખી 2 મિનિટ સુધી રાંધવું. 
	- નક્કી સમય પછી ચોખા મિક્સ કરી 2 મિનિટ ઢાંકીને રાંધો. 
				  																	
									  
	- નક્કી સમય પછી ગૈસ બંદ કરી નાખો. 
	- તૈયાર છે વેજ તવા પુલાવ લીંબૂનો રસ નાખી સર્વ કરો.