ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ઠેકુઆ Thekua

ઠેકુઆ Thekua

સામગ્રી: 2 કપ ઘઉંનો લોટ, ગોળ -3/4 કપ, નારિયેળ - ½ કપ,તેલ - ઘી -શેકવા માટે ,2 ચમચી લોટ  માટે,એલચી  -5 
 
બનાવવાની રીત - ગોળને નાના કટકા કરી લો. ગોળના કટકા અને અડધા કપ પાણીને એક વાસણમાં ગરમ કરવા મુકો. ઉકાળો આવે તો તેને ચમચીથી હલાવીને જોઈ લો કે ગોળનો ગાંગડો તો ક્યાક રહી તો નથી ગયો ને. ગોળ ઓગળી જાય કે ઉતારીને પાણીને ગાળી લો. ગોળના પાણીમાં થોડું ઘી નાખી ઠંડુ કરવા મુકી દો. ઈલાયચીને વાટીને પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં લોટ,વાટેલી ઈલાયચી અને છીણેલું નારિયલ ઉમેરો. ગોળવાળા પાણીથી ખૂબ જ કડક લોટ બાંધી લો. હવે એના ઠેકુઆ બનાવો. 
 
તેલ ગરમ કરો અને  સહેજ લોટ લઈ થોડો થોડો લોટ તોડતા હથેળી વડે લાંબા આકારમા બ્રાઈંડ કરતા લૂઆ બનાવો અને સાંચા પર મુકીને હાથથી થોડા દબાવીને ડિઝાઈનમાં તૈયાર કરી લો. . બધા ઠેકુઆ  બનાવી લો.  અને મધ્યમ ગરમ તેલમાં તળી લો. . જ્યારે સોનેરી થઈ જાય તો તો તેને પેપર નેપકિન પર કાઢી લો. એ જ રીતે, બધા ઠેકુઆ તૈયાર કરો .