શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 2 જાન્યુઆરી 2016 (11:09 IST)

વર્ષ 2016માં સંકટથી બચાવશે હનુમાન, જપો રાશિ મુજબ મંત્ર

અંકજ્યોતિષની ગણના મુજબ વર્ષ 2016નો સરવાળો 9 થાય છે. આ અંક મંગળગ્રહનો છે. તેથી આ વર્ષ મંગળનો પ્રભાવ જોવા મળશે. મંગળ ગ્રહને અનુકૂળ બનાવવા માટે વધુ સંકટ સમસ્યાઓને તમારાથી દૂર મુકવા માટે આ વર્ષે તમારી રાશિ મુજબ હનુમાનજીનો મંત્ર જાપ કરો 
 
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. તમારે તમારા રાશિના સ્વામીને આ વર્ષે અનુકૂળ બનાવી રાખવા માટે 'ઓમ અં અંગારકાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. તમે હનુમાનજીનો મંત્ર 'મનોજવં મારુત તુલ્ય વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનર યૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદયે ||'  જાપ કરો તેનાથી તમારા કાર્યોમાં વિધ્ન અવરોધ ઓછા આવશે. સ્વાસ્થ્યના મામલે પણ આ લાભપ્રદ રહેશે. 
 
વૃષ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ વર્ષે પણ તુલા રાશિવાળા સાઢેસાતીના પ્રભાવમાં રહેશે આવામાં હનુમાનજીના મંત્રોનો જાપ આમને માટે વિશેષ લાભપ્રદ છે. આ બંને રાશિવાળાને હનુમાનષ્ટકનો પાઠ કરવો જોઈએ. તમે ચાહો તો 'ઓમ ભૂમિપુત્રો મહાતેજા જગતાં ભયકૃત સદા. વૃષ્ટિકૃદ્દ વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજ: |' આ મંગલ મંત્રનો જાપ કરો. 
 
મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ વર્ષે તમારી રાશિથી રાહુ જઈ રહ્યા છે.. તેથી તમે થોડી રાહત અનુભવ કરશો.  વર્ષને સારુ બનાવવા માટે તમને મંગળના મંત્ર 'ઓમ ભૌ ભૌમાય નમ:'  મંત્રનો જાપ કરો. હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે નવવર્ષની તક પર સુંદરકાંડનો પાઠ કરો અને દરેક મંગળવારે પણ આ પાઠ કરતા રહો. 
 
કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે. આ વર્ષ તમારુ મનોબળ અને આત્મવિશ્વાસ કાયમ રહે એ માટે હનુમાન ગાયત્રી મંત્ર 'ઓમ અંજનિસુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહી તન્નો મારુતિ પ્રચોદયાત. નો જાપ કરો. નવવર્ષના આ પ્રસંગ પર હનુમાનજીને સિંદૂર અર્પણ કરવી પણ તમારે માટે મંગળકારી રહેશે. 
 
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ વર્ષ તમારી રાશિમાં રાહુનુ આગમન થવા જઈ રહ્યુ છે. આવામાં તમને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તમારે માટે સારુ રહેશે કે નવવર્ષના અવસર પર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને 'ઓમ હરં હરિ હરિશ્વચંદ્ર હનુમંત હલયુઘમ. પંચક વૈ સ્મરેન્નતિયં ઘોર સંકટનાશમ' આ મંત્રનો જાપ કરો. આ સંકટથી રક્ષા કરવામાં સહાયક રહેશે. 
 
ધન અને મીન - આ બંને રાશિયોનો સ્વામી ગુરૂ છે જે આ વર્ષે ઓગસ્ટ સુધી રાહુની સાથે સિંહ રાશિમાં રહેશે. જેનાથી ગુરૂ ચાંડાલ યોગ બનશે. તમારો રાશિ સ્વામીનો રાહુ સાથે હોવાને કારણે તમને જે પણ પરેશાનીયોનો સામનો કરવો પડશે તેમા કમી લાવાવા માટે તમને બજરંગબાણનો પાઠ કરવો જોઈએ. તમે ચાહો તો ઓમ હનુમતે નમ: મર્કટેશ મહોત્સાહ સર્વ શોક વિનાશાય.  શત્રુન સંહાર મા રક્ષ શ્રિયં દાપાયમાં પ્રભો'નો જાપ કરો. 
 
મકર અને કુંભ - આ બંને રાશિયોનો સ્વામી શનિ મહારાજ છે. શનિની અનુકૂળતાનો લાભ મેળવવા માટે આ વર્ષે આ બંને રાશિયોના વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે અને ઓમ ક્રાં ક્રીં ક્રૌં સં: ભૌમાય નમ: મંત્રનો જાપ કરો.