વૈજ્ઞાનિકો શું કહે છે પ્રેમ વિશે...
|
પ્રેમમાં પડ્યા પછી મગજની ક્રિયાઓમાં બદલાવ આવે છે. મગજની અંદર ડોપામાઈનનો સ્ત્રાવ વધી જાય છે, જે અત્યંત સુખદ અનુભવ કરાવે છે. ડોપામાઈન એવું દ્રાવણ છે જે પ્રેમને એક પ્રકારે નશીલી દવા બનાવે છે અને પ્રેમીને તેનો બંધાણી. પ્રેમ એક એવો નશો છે જેમાં પ્રેમ કરનારી વ્યક્તિઓ એકબીજાને ન મળે તો તેમને બેચેનીનો અહેસાસ થાય.
માણસ પ્રેમમાં પડે એટલે તે અર્ધપાગલ થઈ જાય તેવી માન્યતા ખોટી છે. પ્રેમમાં પડેલો વ્યક્તિ પહેલા કરતાં વધારે સમજણો અને સતેજ બને છે. એકબીજાની પાસે રહેવાની આ ભાવના માનસિક સ્થિરતા અને બુધ્ધિમાં નોંધપાત્ર વધારો કરે છે.
|
પ્રેમમાં વિતાવેતી પાંચ મિનીટ ઉદાસી, નિરાશા અને નકારાત્મકતાને દુર કરનારી હોય છે. પ્રેમની મધુર પળો સેરોટોનિન અને ઓક્સીટોન હારમોનમાં અનેક ગણો વધારો કરે છે, જે પ્રેમીના મનમાં આનંદનો ઉમડકો પેદા કરે છે. જ્યારે પ્રેમીપંખીડા પરસ્પર ગળાડુબ પ્રેમમાં હોય અને એકબીજાની ચિંતા વ્યક્ત કરે, ત્યારે હાર્મોનની અંદર થતાં પરિવર્તનને કારણે તેઓની ઉદાસી સેંકડો જોજનો દુર ભાગી જાય છે.
જીવનના દરેક ક્ષણને પ્રેમથી ભરી દો, પ્રેમ તમારા જીવનમાં એક અજવાળુ પાથરી દેશે. એક અધ્યયન અનુસાર એવું જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સેક્સ કરનાર કરતાં અઠવાડિયામાં બે વખત સેક્સ કરનાર વધારે સ્વસ્થ્ય રહે છે. આ જ રીતે ઈસ્ટ્રોજન મહિલાઓ ત્વચા અને વાળની ચમકને વધારે છે.