વાયબ્રન્ટ સમિટમાં અમેરિકા પાર્ટનર કન્ટ્રી
અમેરિકા હવે ગુજરાતના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પાર્ટનર કન્ટ્રી બનવા તૈયાર થઇ ગયું છે. જાન્યુઆરી-૨૦૧૫ના વર્ષમાં યોજાનારી સમિટ માટે અત્યાર સુધી સાત જેટલા દેશ હતા તેમાં પ્રથમવાર અમેરિકાનો પણ ઉમેરો થવા પામ્યો છે. સમિટના ટ્રેડ-શોમાં અમેરિકાનું એક ટ્રેડ બૂથ ઊભું કરાશે અને કન્ટ્રી સેમિનાર પણ યોજવામાં આવશે. ધી યુ.એસ. ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ અને વરિષ્ઠ સીઇઓ પણ સમિટમાં ભાગ લેશે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત બાદ ગુજરાત અને અમેરિકા વચ્ચેના પરસ્પર સંબંધો વધુ હકારાત્મક બન્યા હતા અને છેવટે અમેરિકાએ ગુજરાત સરકારના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. આ અંગે પ્રવક્તા મંત્રીઓ નીતિન પટેલ અને સૌરભ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને ભારત સ્થિત અમેરિકી રાજદૂત કેથલિની સ્ટિફન્સે પત્ર પાઠવીને તેઓ વાયબ્રન્ટ સમિટમાં સહભાગી દેશ બનવા માટે તૈયાર હોવાના તેમના આમંત્રણને સ્વીકૃતિ આપી છે. ૨૦ ઓગસ્ટે સીએમ અને સ્ટિફન્સની મુલાકાત યોજાવા પામી હતી.
તે સાથે અમેરિકા અને ભારત વચ્ચે પરસ્પર વેપાર-વ્યવસાયની તકો, પ્રવાસન અને શૈક્ષણિક વિષયની બાબતોનો પ્રચાર પ્રસાર કરવાનો હેતુ દર્શાવ્યો છે. સમિટ ગ્લોબલ ઇવેન્ટ બની રહેવાના છે ત્યારે તેમાં અમેરિકાની જાણીતી કંપનીઓના સીઇઓ અને યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અગ્રણીઓ પણ ભાગ લેવા આવશે. કાઉન્સિલના કાર્યકારી અધ્યક્ષ ડીએની ફેરેલે પણ સમિટમાં તેમની ભાગીદારી સહયોગી કંપનીઓ માટે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે વ્યવસાયની સારી તકો ઊભી થશે તેવી આશા દર્શાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, અમેરિકા ગુજરાત સાથે ઔદ્યોગિક રોકાણ અને શિક્ષણના હેતુ માટે સહભાગી થયેલું છે એટલું જ નહીં યુએસએ દ્વારા ૧૭ વર્ષ પહેલા અમદાવાદમાં વાણિજ્યિક કચેરી પણ શરૂ કરાયેલી છે. અમેરિકી રાજદૂતે પાઠવેલા પત્રમાં એમ પણ જણાવાયું છે કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના મેન્યુફેક્ચિરંગ એક્સટેન્શન પાર્ટનરશીપ કાર્યક્રમ હેઠળ અમેરિકામાં અભ્યાસ નીરિક્ષણ માટે આમંત્રીને ખાનગી ક્ષેત્રે લેબર વર્કફોર્સ અને સ્કીલ ડેવલપમેન્ટ નિર્માણના નવા આયામ જોડવા ઉત્સુક છે. જેમાં ગુજરાત સરકારના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત દ્વારા લાંબા સમય પહેલા જે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેનો ઓકટોબર માસના અંતે પત્ર દ્વારા જવાબ અપાયો હતો અને તેમાં આમંત્રણના પત્રનો જવાબ તુરંત ન આપી શકાયો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સાથે અમેરિકા પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.