Biodata Maker
✕

PM નરેન્દ્ર મોદીના 'ઝાલમુડી' વાળી 10 ની નોટ લેવા માટે મચી હોડ, 1 લાખ રૂપિયા સુધી લાગી બોલી, દુકાનદાર આપવા માટે નથી તૈયાર

Updated: શનિવાર, 25 એપ્રિલ 2026 (12:04 IST)
ઝારગ્રામ (પશ્ચિમ બંગાળ): રાજકારણમાં, મોટી રેલીઓ અને ભાષણો ઘણીવાર હેડલાઇન્સ બનાવે છે, પરંતુ ક્યારેક એક નાની ઘટના ઇતિહાસ બની જાય છે. પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં જલમુરી ખાધા પછી પીએમ મોદીએ આપેલી 10 રૂપિયાની નોટ હવે એક એન્ટિક આઈટમ બની ગઈ છે, જેની કિંમત લાખોમાં છે.
 

શું છે આખો મામલો ? 

 
તાજેતરમાં, બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન, પીએમ મોદીએ તેમના કાફલાને રોકીને સ્થાનિક વિક્રેતા વિક્રમ સાવ ની દુકાન પર  'ઝાલમુડી' નો આનંદ માણ્યો. પીએમએ પોતાના ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને દુકાનદારને આપી.
 

કેમ લાગી રહી છે 1 લાખ રૂપિયાની બોલી  ? 

 
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ દેશભરના કલેક્ટર્સ અને મોદી ફેંસ 10  ની નજર હવે રૂપિયાની નોટ પર   કેન્દ્રિત થઈ ગઈ છે.  ઘણા લોકોએ દુકાનદાર વિક્રમ સાવ નો સંપર્ક કર્યો અને તેને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક ફેંસે ૧૦ રૂપિયાની નોટ માટે 100,000 રૂપિયા (એક લાખ રૂપિયા) સુધીની ઓફર કરી છે. લોકો તેને "ઐતિહાસિક ખજાનો" અને "સૌભાગ્યનું પ્રતીક" માની રહ્યા છે કારણ કે દેશના વડા પ્રધાને તેને પોતાના હાથે ખર્ચ કર્યો હતો.
 

શું કહે છે દુકાનદાર  

 
લાખો રૂપિયાની ઓફર મળવા છતાં, દુકાનદાર વિક્રમ સાવ  આ 10 રૂપિયાની નોટ વેચવા તૈયાર નથી. તે કહે છે, "મારા માટે, આ ફક્ત કાગળનો ટુકડો નથી, પરંતુ વડા પ્રધાન તરફથી મળેલી યાદ અને આશીર્વાદ છે. તેમણે મારી સાથે વાત કરી, મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, અને  ખૂબ જ સ્વાદથી મેં બનાવેલી ઝાલમુરી ખાધી. હું આ નોટ ફ્રેમ કરીને મારી દુકાનમાં રાખીશ; હું તેને વેચીશ નહીં."
 
વાતચીત વાયરલ થઈ હતી વાતચીત : જ્યારે દુકાનદારે ઝાલમુરી બનાવતી વખતે મોદીજીને પૂછ્યું, "શું તમે ડુંગળી ખાઓ છો?", ત્યારે પીએમ મોદીએ મજાકમાં જવાબ આપ્યો, "હા, હું ડુંગળી ખાઉં છું, પણ હું કોઈનું મગજ ખાતો નથી!" આ રમુજી વાતચીતને ઇન્ટરનેટ પર લાખો વ્યૂઝ મળ્યા.
 

વિપક્ષ તેને 'સ્ક્રીપ્ટેડ' બતાવી 

 
જ્યાં એક બાજુ  જનતા આ સાદગીની પ્રશંસા કરી રહી છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને "ચૂંટણી ડ્રામા" કહું છે. તેમણે કટાક્ષમાં પ્રશ્ન ઉઠાવ્યો કે અચાનક સ્ટોપ પર કેમેરા અને સ્પેશિયલ SPG ફોર્સ પહેલાથી જ કેવી રીતે તૈનાત કરવામાં આવ્યા હતા. હાલમાં, ઝારગ્રામમાં 10 રૂપિયાની નોટ એક ચર્ચાનો વિષય બની ગઈ છે, અને વિક્રમ સોનીની દુકાન હવે ગ્રાહકોની મોટી ભીડ  ઉમટી રહી છે.
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments