1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
  4. virat kohli abusesed journalist than say sorry

ગર્લફ્રેંડ અનુષ્કા માટે વિરાટ કોહલીએ પત્રકારને ગાળો આપી

ગર્લફ્રેંડ અનુષ્કા
ભારતીય ક્રિકેટ ટીમના દમદાર ખેલાડી વિરાટ કોહલી અજએ અચાનક જ પોતાનો ગુસ્સા પર કંટ્રોલ ગુમાવી બેસ્યા અને તેમણે  વેસ્ટઈંડિઝ વિરુદ્ધ વાકામાં શુક્રવારે થનારા લીગ ચરણની મેચ પહેલા આજે અહી અભ્યાસ સત્ર પછી એક પત્રકાર માટે અપશબ્દ કહ્યા. કોઈને પણ વિશ્વાસ નહોતો કે આ પ્રકારની ઘટના બનશે. કોહલી અભ્યાસ પછી જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ પરત ફરી રહ્યા હતા તો તેમને પોતાની સામે એક રાષ્ટ્રીય દૈનિકના પત્રકારને ઉભેલો જોયો. 
 
પત્રકાર કશુ સમજે એ પહેલા જ કોહલીએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો શરૂ કરી દીધો. થોડી વાર સુધી આવુ ચાલતુ રહ્યુ અને પછી તે જતો રહ્યો. ભારતીય ટીમના કેટલાક સભ્ય પણ ત્યારે આશ્ચર્યથી જોઈ રહ્યા કે આ શુ થઈ રહ્યુ છે. એ પત્રકારને તો ખબર જ નહોતી કે કોહલી કેમ આવુ કરી રહ્યા છે. પણ જ્યારે કોહલીનો ગુસ્સો શાંત થયો તો તેણે જણાવ્યુ કે તેના અને તેની ગર્લફ્રેંડ અનુષ્કા શર્મા વિશે રાષ્ટ્રીય દૈનિકમાં એક રિપોર્ટ છાપવામાં આવી હતી, 
 
 
જ્યારે કોહલીએ જણાવ્યુ કે તેને પત્રકારની સાચી ઓળખ નહોતી કરી તો કોહલીએ  એક પત્રકારને બોલવ્યો અને તેના દ્વારા ઘટના માટે માફી માંગી.  વિશ્વસનીય સૂત્રો અનુસાર ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીએ કોહલી સાથે જાતે વાત કરી અને કહ્યુ કે તે પોતાના વ્યવ્હાર પર કંટ્રોલ રાખે. કારણ કે ભારતના ભાવિ કેપ્ટનને સાર્વજનિક રૂપે આ પ્રકારનો વ્યવ્હાર કરવો શોભતો નથી.  
 
સદી બનાવ્યા પછી પણ તેઓ ખૂબ આક્રમક રૂપે પોતાની ભાવનાઓનુ પ્રદર્શન કરે છે.   મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ તેમના આ વ્યવ્હાર પર આપત્તિ બતાવી ચુક્યા છે.પણ કોહલીના વ્યવ્હારમાં કોઈ પરિવર્તન જોવા મળી રહ્યુ નથી.