Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kolkata: બંગાળી અભિનેત્રી Bidisha De Majumdar એ કરી આત્મહત્યા, ફાંસી પર લટકેલી મળી બોડી

Updated: શુક્રવાર, 27 મે 2022 (14:05 IST)
Bengali Actress Bidisha De Majumdar Found Dead: બંગાળી અભિનેત્રી અને મોડલ બિદિશા ડે  મજમુદારે (Bidisha De Majumdar)  આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બુધવારે બંગાળી અભિનેત્રી બિદિશા ડેની લાશ તેના એપાર્ટમેન્ટમાં લટકતી મળી આવી હતી. મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટનામાં બંગાળી મોડલ બનેલી અભિનેત્રી બિદિશા ડી મજુમદારની લાશ કોલકાતાના નગર બજાર વિસ્તાર(Nagerbazar Area)માં તેના ફ્લેટ પર લટકતી મળી આવી હતી. 
 
બતાવાય રહ્યું છે કે 21 વર્ષની બંગાળી અભિનેત્રી બિદિશા ડે મજુમદાર છેલ્લા ચાર મહિનાથી પોતાના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે. બુધવારે સાંજે મૃત અભિનેત્રીનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. મુખ્ય દરવાજો તોડીને તેના ઘરમાં ઘૂસી જતાં પોલીસે લાશ બહાર કાઢી હતી. પોલીસે અભિનેત્રીની હત્યા થઈ છે કે આત્મહત્યાનો મામલો છે તેની તપાસ શરૂ કરી છે.
 
બંગાળી અભિનેત્રીની બોડી ફાંસી પર લટકેલી મળી 
 
પોલીસે બિદિશાના નિકટના પરિચિત, પરિવારના સભ્યો અને મિત્રોને તેના વિશે માહિતી એકત્ર કરવા માટે પૂછપરછ પણ કરી છે. મૃતક અભિનેત્રીની બોડીને પોસ્ટમોર્ટમ માટે આરજી કર હોસ્પિટલ  (RG Kar Hospital) મોકલી દેવામાં આવી છે. પોલીસે એક અધિકારીને જણાવ્યુ કે બોડી પાસે સુસાઈડ નોટ મળી છે. જેમા લખવામાં આવ્યુ છે કે તે પોતાના કેરિયરમાં તકની કમીને કારણે પોતાનો જીવ આપી રહી છે. અધિકારી મુજબ હસ્તલિપિ વિશેષજ્ઞ તેના સુસાઈડ નોટની તપાસ કરશે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શ્રાવણ સ્પેશિયલ: શ્રાવણમાં ડુંગળી અને લસણ વગર બનાવેલી 5 ઝડપી સ્વાદિષ્ટ વાનગીઓ

શ્રાવણ ઉપવાસ માટે ઠંડુ-ઠંડુ ફ્રૂટ યોગર્ટ

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

આગળનો લેખ
Show comments