Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2026: 7,800,000,000,000...આટલુ છે ભારતનુ રક્ષા બજેટ, ભારતનુ રક્ષા બજેટ, સેનાના મોર્ડનાઝેશન પર છે ખાસ ફોકસ

રવિવાર, 1 ફેબ્રુઆરી 2026 (14:11 IST)
Defence Budget
India Defence Budget 2026: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજુ કર્યુ. આ બજેટમાં રોજગાર, અભ્યાસ, સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રો માટે અનેક મોટા એલાન કરવામાં આવ્યા છે.  બજેટ 2026 માં રક્ષા ક્ષેત્ર માટે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં સેનાનુ આધુનિકરણ એક મુખ્ય ફોકસ ક્ષેત્ર છે.  
 

ભારતનુ રક્ષા બજેટ 

નાણાકીય વર્ષ 2026-27 માટે સંરક્ષણ મંત્રાલયને રૂ. 7.8 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ ખાસ કરીને સંરક્ષણ દળોના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારે લશ્કરી આધુનિકીકરણ માટે રૂ.2.19 લાખ કરોડ ફાળવ્યા છે. સંરક્ષણ મૂડી બજેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષના રૂ.1.80 લાખ કરોડથી વધીને રૂ.2.19 લાખ કરોડ થયો છે, જે સંરક્ષણ તૈયારીઓ અને આધુનિક સાધનોની ખરીદીને મજબૂત બનાવશે.

<

Defence Ministry allocated a budget of Rs 7.8 lakh crore for the year 2026-27. Defence forces to get Rs 2.19 lakh crore for modernisation.

The Defence Ministry has major projects in the pipeline, like the contracts for Rafale fighter jets, submarines and unmanned aerial… pic.twitter.com/dT5pn1cpsr

— ANI (@ANI) February 1, 2026 >

2025 માં ભારતનુ રક્ષા બજેટ  
 

કેન્દ્રીય બજેટ 2025 માં રક્ષા એટલે કે ડિફેંસ ક્ષેત્ર માટે કુલ 6.8 લાખ કરોડ રૂપિયાના બજેટનુ એલાન કરવામાં આવ્યુ હતુ. 
 

2024 માં ભારતનુ રક્ષા બજેટ 
 

2024 માં ભારતનુ રક્ષા બજેટ 6.21 લાખ કરોડ રૂપિયા હતુ. આ રાશિ નાણાકીય વર્ષ 2023-24 ની તુલનામાં 4.79 ટકા વધુ હતુ. ત્યાર કુલ 5.94 લાખ કરોડ રૂપિયા બજેટની વહેંચણી કરવામાં આવી હતી.
 

બીજા દેશોનુ બજેટ કેટલુ છે ?

 
ચીને 2025-26 માટે જંગી સંરક્ષણ બજેટની જાહેરાત કરી. ચીનનું કુલ સંરક્ષણ બજેટ  249 અરબ અમેરિકી ડોલર હતું. આ પાછલા વર્ષ કરતાં આશરે 7.2 ટકાનો વધારો દર્શાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ પાસે વિશ્વમાં સૌથી મોટું સંરક્ષણ બજેટ છે. Global Fire Power ના મુજબ અમેરિકાનુ રક્ષા બજેટ 895 અરબ ડોલર છે.  
 

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

આજનો સ્પેશિયલ જોક

ગુજરાતી જોક્સ - 1. પત્નીનો વિશ્વાસ

ગુજરાતી જોક્સ - પહેલી રાત્રે પત્નીને ઈમ્પ્રેસ કરવા ગયો, પણ પોતે જ ફસાઈ ગયો

કોકટેલ 2 સિનેમાઘરોમાં 19 જૂનના રોજ થઈ રિલીઝ, જાણો કેવી છે શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની ફિલ્મ

ગુજરાતી જોક્સ -દારૂ પીવાવાળા

આગળનો લેખ
Show comments