સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2026
Written By
Last Modified: રવિવાર, 1 ફેબ્રુઆરી 2026 (12:53 IST)

Budget 2026: સરકારના બજેટ પછી શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ ? જાણો બધુ જ

What gets cheaper in Budget 2026
What gets cheaper in Budget 2026
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગૃહમાં દેશનું બજેટ રજૂ કર્યું. આ તેમનું નવમું બજેટ અને મોદી સરકારનું 15મું બજેટ હતું. દેશભરના લોકો, ખાસ કરીને સામાન્ય માણસ, આ સરકારી બજેટ પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. તેઓ જાણવા માંગે છે કે સરકારના બજેટ પછી તેમને કયા ફાયદા મળ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, લોકો જાણવા માંગે છે કે બજેટ પછી શું સસ્તું થયું અને શું મોંઘું થયું. આ લેખમાં, અમે તમને બજેટ પછી શું સસ્તું થયું અને શું મોંઘું થયું તે બધી વસ્તુઓ વિશે જણાવીશું.
 

રમત-ગમતના સાધનો થશે સસ્તા 

 
સરકારની તરફથી રજુ કરવામાં આવેલ આ બજેટ પછી માર્કેટમાં રમત ગમતનો સામાન હવે સસ્તો થઈ જશે. નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા આ જણાવ્યુ. ઉલ્લેખનીય છે કે માર્કેટમા રમત-ગમતનો સામાન સસ્તો થવાને કારણે આ વસ્તુઓની માંગ વધશે અને માંગ વધવાથી આ સાધનોનુ વેચાણ વધશે.  
 

હવે દવાઓ પણ થશે સસ્તી - નાણામંત્રી નિર્મલા સીતારમણ 
 

 લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે હેલ્થ કેયર સેક્ટર અંગે એક મોટી જાહેરાત કરી. તેમણે જાહેરાત કરી કે દેશમાં હવે ડાયાબિટીસ અને કેન્સરની દવાઓ સસ્તી થશે. કેન્સરની 17  દવાઓ પણ સસ્તી થવાની સાથે સાત ગંભીર બીમારીઓની દવાઓ પણ સસ્તી થશે 
 

સિગરેટ નહી પણ બીડી થશે સસ્તી 

 
જે લોકો સિગરેટ પીવાના શોખીન છે તેમને બતાવી દઈએ કે સિગરેટ નહી પણ બજેટ પછી બીડી સસ્તી થઈ  ગઈ છે.  
 

લેધરના પ્રોડક્ટ પણ થશે સસ્તા 
 

આ લિસ્ટમાં બીજુ નામ ચંપલનુ પણ છે.  બજેટ પછી માર્કેટમાં ચામડાના જૂતા સસ્તા થશે. એટલુ જ નહી બીજા Leather Product પણ સસ્તા થશે. 
 

મોબાઈલ ફોન અને ઈવી ની બેટ્રી થશે સસ્તી 
 

આ નવા યૂનિયન બજેટ પછી માર્કેટમાં મોબાઈલ ફોન અને તેની સાથે જ EV એટલે કે ઈલેક્ટ્રોનિક વ્હીકલની બેટ્રી પણ સસ્તી થશે. 
 

બાયોગેસ મિક્સ્ડ CNG થશે સસ્તી 
 

ઉલ્લેખનીય છે કે બજેટ પછી CNG પણ સસ્તી થશે. તે  CNG સસ્તી જે બાયોગેસ મિક્સ્ડ હોય છે. એ બજેટ પછી સસ્તી થશે.  
 
 

ઈલેક્ટ્રિક પ્રોડક્ટમાં શુ સસ્તુ થશે ?

હવે એ પ્રોડક્ટસની વાત છે જે લગભગ દરેક ઘરમાં યૂઝ થાય છે. ઉલ્લેખનીય છે કે માઈક્રોવેવ ઓવન સસ્તુ થશે  
 

બીજુ શુ શુ થશે સસ્તુ ?
 

સરકાર તરફથી બજેટ રજુ થયા બાદ હવે માર્કેટમાં સોલર સાથે જોડાયેલ સામાન પણ સસ્તો થશે. આ ઉપરાંત કપડા પણ સસ્તા થશે.  
 

બજેટ પછી શુ મોંઘુ થયુ ?

 
વર્ષ 2026 ના આ બજેટ પછી તમને બતાવી દઈએ કે દારૂ મોંઘી થશે. જે લોકો દારૂ પીવે છે એ આ વાતને જરૂર જાણી લો. આ ઉપરાંત સ્ક્રૈપ અને ખનીજ પણ મોંઘુ થશે. એટલુ જ નહી  'Future Option Trading' પણ મોંઘુ થશે.