Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી-અમદાવાદ રાજધાનીમાં 20 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (16:09 IST)
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોનાવાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર 20 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો જોવા મળ્યાં નથી. ટ્રેનમાં સવાર 18 મુસાફરો એસિમ્પટમેટિક હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ 20 મુસાફરોમાંથી, 2 ની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.   બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ મુસાફરો એક જ કોચના હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશમાં હાલમાં અનલૉક 4.0 અંતર્ગત રાજધાની સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો છે. સમાચાર મળતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજધાનીના 20માંથી 18 પેસેન્જરો એ સિમ્પ્ટોમેટિક હોવાથી તેમને સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી રમૂજી જોક્સ- આળસી

રામાયણમા લક્ષ્મણ બનીને ફેમસ થયા સુનીલ લહેરી, હવે અભિનય છોડીને કરી રહ્યા છે ખેતી-વાડી, ફાર્મમાં ઉગાવ્યા પપૈયુ-કેળુ અને કાજુ

ગુજરાતી જોક્સ -પત્ની

ગુજરાતી જોક્સ - લગ્ન કેમ

ગુજરાતી જોક્સ - દુઃખી માણસ

આગળનો લેખ
Show comments